Jai Hind

ટ્રમ્પ પર લગામની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, US સંસદમાં આવશે પ્રસ્તાવ

ટ્રમ્પ પોતાની મરજીથી યુદ્ધ કે સૈન્ય હુમલા ન કરી શકે તે માટે ત્યાંના સાંસદૃો તેમની સત્તા પર અંકુશ લગાવવાની તૈયારી કરી રહૃાા છે

અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવની વચ્ચે હવે અમેરિકાના પોતાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની મરજીથી યુદ્ધ કે સૈન્ય હુમલા ન કરી શકે તે માટે ત્યાંના સાંસદૃો તેમની સત્તા પર અંકુશ લગાવવાની તૈયારી કરી રહૃાા છે. આવતા અઠવાડિયે સંસદૃમાં એક ખાસ પ્રસ્તાવ લાવવામાં આવશે, જે મુજબ ઈરાન પર કોઈપણ હુમલો કરતા પહેલા પ્રમુખે સંસદૃની મંજૂરી લેવી ફરજિયાત બનશે. વિરોધ પક્ષના નેતા ચક શૂમરનું કહેવું છે કે, દૃેશ અત્યારે એક ખતરનાક વળાંક પર છે, તેથી યુદ્ધ જેવા મોટા નિર્ણયો લેવાની સત્તા માત્ર એક વ્યક્તિ પાસે હોવાને બદૃલે સંસદૃ પાસે હોવી જોઈએ.
ટ્રમ્પે અંતિમ સમયે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત તો કરી, પરંતુ વિપક્ષી સાંસદૃો હવે એવું ઈચ્છે છે કે ટ્રમ્પ ભવિષ્યમાં પોતાની મરજીથી આવી કોઈ ખતરનાક નીતિ કે યુદ્ધના નિર્ણયો ન લઈ શકે તે માટે કાયમી પ્રતિબંધ મૂકવો જોઈએ.
અમેરિકન બંધારણ મુજબ, યુદ્ધ જાહેર કરવાનો અધિકાર સંસદૃ પાસે છે, પરંતુ પ્રમુખ ઘણીવાર તાત્કાલિક જોખમ અથવા ટૂંકા ગાળાની કાર્યવાહીના બહાને આ નિયમનો ભંગ કરીને પોતાની રીતે સૈન્ય નિર્ણયો લેતા હોય છે. ટ્રમ્પ આ જ છટકબારીનો ઉપયોગ કરીને લાંબા સમયથી જંગ ચલાવી રહૃાા હોવાનો આક્ષેપ છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટિક નેતા હકીમ જેફ્રીઝે પણ ટ્રમ્પના આ વલણને ’બેજવાબદૃાર’ ગણાવીને યુદ્ધની સત્તા મર્યાદિૃત કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. હવે જોવાનું એ રહેશે કે રિપબ્લિકન પાર્ટીનું સામાન્ય બહુમતી ધરાવતું ગૃહ આ પ્રસ્તાવને પસાર થવા દૃે છે કે નહીં.