Jai Hind

મધ્યસ્થતા પર ઈઝરાયલી રાજદૃૂતનું તડ અને ફડ પાકિસ્તાન વિશ્ર્વાસપાત્ર નથી, અમેરિકાએ તેનો ઉપયોગ કર્યો

મધ્ય પૂર્વમાં ૨ અઠવાડિયાના યુદ્ધવિરામ બાદૃ પણ વિસ્તારમાં તણાવ યથાવત છે. બંને પક્ષો તરફથી હુમલા થવાનો આરોપ લગાવવામાં આવતા હવે યુદ્ધવિરામ ભંગ થશે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ઈરાને અમેરિકા પર યુદ્ધવિરામ કરારની ૩ શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેનું કહેવું છે કે અમેરિકા સાથે યુદ્ધવિરામ અને વાતચીત ખોટી છે. આ દૃરમિયાન યુદ્ધને ખતમ કરવાને લઈને પાકિસ્તાનમાં બંને પક્ષો વચ્ચે વાતચીત થવાની છે. પરંતુ ઈઝરાયલને પાકિસ્તાનની મધ્યસ્થતાને લઈને શંકા છે.

રૂવેન અઝારે અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી સંઘર્ષ વિરામ વાર્તામાં મધ્યસ્થ તરીકે પાકિસ્તાનની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી

મને એ વાતથી પ્રોત્સાહન મળ્યું છે કે ભારત સરકારે નિવેદૃન જાહેર કર્યું, જેમાં તેમણે માંગ કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટથી જહાજોની અવરજવર કોઈપણ અવરોધ વગર થવી જોઈએ

ભારતમાં ઈઝરાયેલના રાજદૃૂત, રૂવેન અઝારે અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી સંઘર્ષ વિરામ વાર્તામાં મધ્યસ્થ તરીકે પાકિસ્તાનની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે. અઝારે ખાનગી સમાચાર એજન્સીને કહૃાું, અમે પાકિસ્તાનને એક વિશ્ર્વસનીય ખેલાડી તરીકે જોતા નથી. તેમનું માનવું છે કે પાકિસ્તાનને સામેલ કરવા પાછળ વોિંશગ્ટનના પોતાના કારણો હોઈ શકે છે. તેમણે કહૃાું, અમેરિકાએ પોતાના કારણોસર પાકિસ્તાનની મધ્યસ્થતાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.
મધ્યસ્થતાને લઈને પહેલાના પ્રયાસોનો ઉલ્લેખ કરતા ઈઝરાયલી દૃૂત અઝારે કહૃાું કે, અમેરિકાએ પહેલા પણ કરાર કરાવવા માટે કતાર અને તુર્કી જેવા સમસ્યારૂપ દૃેશો સાથે કામ કર્યું છે, જેમાં હમાસ જેવા સંગઠન સાથે થયેલા કરારો પણ સામેલ છે. તેમણે કહૃાું, તે અમારા માટે ખૂબ જ જરૂરી છે કે અમે અમેરિકા સાથે તાલમેલ બેસાડીને ચાલીએ, ખાસ કરીને જ્યારે વાત તે પરિણામોના મૂળ તત્વો અને સારની હોય, જે અમે જોવા માંગીએ છીએ.
ભારતનો ઉલ્લેખ કરતા અઝારે કહૃાું, મને એ વાતથી પ્રોત્સાહન મળ્યું છે કે ભારત સરકારે નિવેદૃન જાહેર કર્યું, જેમાં તેમણે માંગ કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટથી જહાજોની અવરજવર કોઈપણ અવરોધ વગર થવી જોઈએ. મને લાગે છે કે આ એકદૃમ યોગ્ય વલણ છે, અને ભારત સહિત કોઈપણ દૃેશ, ઈરાન સરકારની એ અતાર્કિક માંગ સામે ઝૂકવાના નથી કે હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધો લાદૃવામાં આવે. અઝારની આ ટિપ્પણી અમેરિકા અને ઈરાન વચ્ચે ૨ અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદૃ આવી છે. આ સહમતિ હેઠળ, અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ આ અઠવાડિયાના અંતમાં એક લાંબા ગાળાની સમજૂતી સુનિશ્ર્ચિત કરવાના ઉદ્દેશ્યથી મધ્યસ્થતા વાર્તા માટે પાકિસ્તાન જનારા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.
યુદ્ધવિરામ પર વાત કરતા અઝારે કહૃાું કે ઈઝરાયલને આશા છે કે આ વાતચીતના પરિણામ સ્વરૂપ ૨ અસ્તિત્વના જોખમો જેવા કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અને તેની બેલેસ્ટિક મિસાઈલ ઉત્પાદૃન ક્ષમતાનો ખાતમો થઈ જશે. તેમનું કહેવું છે કે ઈઝરાયલનો ટાર્ગેટ ઈરાની શાસનને નબળું પાડીને ઈરાની લોકોને પોતાના ભવિષ્યને સુધારવાની તક આપવી હતો, અને તેમણે ભારપૂર્વક કહૃાું કે અમે તે પ્રાપ્ત કરી લીધું છે.