ઐતિહાસિક પરમાણુ ડીલન્ો મંજૂરીથી ચીનન્ો આંચકો
કઝાકિસ્તાન પાસે દૃુનિયાનો બીજો સૌથી મોટો યુરેનિયમ ભંડાર છે
ભારતના પરમાણુ ઉર્જા પ્લાન્ટ્સ માટે ઇંધણની િંચતા હવે દૃૂર થવા જઈ રહી છે. વિશ્ર્વની સૌથી મોટી યુરેનિયમ સપ્લાય કરતી કંપની ટ્ઠડટ્ઠર્ંદ્બર્દ્બિ (કઝાકિસ્તાન) એ ભારતને આગામી અનેક વર્ષો સુધી યુરેનિયમ સપ્લાય કરવા માટે મંજૂરી આપી દૃીધી છે. આ સોદૃો એટલો વિશાળ છે કે, તેને મંજૂર કરવા માટે કંપનીના શેરધારકોની ખાસ બેઠક બોલાવવી પડી હતી. કઝાકિસ્તાનની નેશનલ એટોમિક કંપની ટ્ઠડટ્ઠર્ંદ્બર્દ્બિ ના શેરધારકોની મળેલી બેઠકમાં ૯૨.૯% મતો સાથે ભારતને યુરેનિયમ વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સોદૃાનું મૂલ્ય એટલું વધારે છે કે તે ટ્ઠડટ્ઠર્ંદ્બર્દ્બિ કંપનીની કુલ સંપત્તિના ૫૦% થી પણ વધુ છે. આ કરાર ભારત સરકારના પરમાણુ ઉર્જા વિભાગ (ડ્ઢછઈ) હેઠળના ડિરેક્ટોરેટ ઓફ પર્ચેઝ એન્ડ સ્ટોર્સ (ડ્ઢઁજી) સાથે કરવામાં આવ્યો છે. સુરક્ષા અને વ્યાપારિક કારણોસર યુરેનિયમની ચોક્કસ માત્રા અને િંકમત ગુપ્ત રાખવામાં આવી છે. ભારત પોતાના પરમાણુ રિએક્ટરો ચલાવવા માટે મોટાભાગે આયાતી યુરેનિયમ પર નિર્ભર છે.
કઝાકિસ્તાન વિશ્ર્વના કુલ ઉત્પાદૃનમાં ૪૦% હિસ્સો ધરાવે છે. આ ડીલથી ભારતના પરમાણુ પ્લાન્ટ્સને અવિરત ઇંધણ મળતું રહેશે. વધતી જતી વીજળીની માંગને પહોંચી વળવા પરમાણુ ઉર્જા પર ભારતનો ભરોસો વધ્યો છે, જેમાં આ યુરેનિયમ મહત્વની ભૂમિકા ભજવશે. ભારત અને કઝાકિસ્તાન વચ્ચે ૨૦૧૫-૨૦૧૯ દૃરમિયાન પણ ૫,૦૦૦ ટન યુરેનિયમનો સોદૃો થયો હતો, જે હવે નવા સ્તરે પહોંચ્યો છે.
નિષ્ણાતોનું માનવું છે કે, કઝાકિસ્તાનના ઉત્પાદૃનનો એક મોટો હિસ્સો સીધો ભારતને ફાળવવામાં આવતા વૈશ્ર્વિક બજારમાં યુરેનિયમની ઉપલબ્ધતા ઘટી શકે છે. આના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં યુરેનિયમના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
ચીન પણ પોતાની ઉર્જા જરૂરિયાતો માટે યુરેનિયમ પર નિર્ભર છે, પરંતુ ભારતે વહેલી તકે આ મોટો કરાર કરીને ચીન માટે મુશ્કેલી ઊભી કરી દૃીધી છે.
કઝાકિસ્તાન પાસે દૃુનિયાનો બીજો સૌથી મોટો યુરેનિયમ ભંડાર છે (લગભગ ૧૪% હિસ્સો).
વર્ષ ૨૦૦૯ થી તે વિશ્ર્વનો સૌથી મોટો ઉત્પાદૃક દૃેશ રહૃાો છે. કઝાકિસ્તાનમાં ઇન-સીટુ રિકવરી (ૈંજીઇ) ટેકનીકથી અત્યંત સસ્તા દૃરે યુરેનિયમનું ખનન કરવામાં આવે છે, જે ભારત માટે આર્થિક રીતે પણ ફાયદૃાકારક રહેશે.