Jai Hind

પાકિસ્તાન જતા પહેલા જેડી વેન્સની ચેતવણી, જો ઈરાન દૃગો આપવાનો પ્રયાસ કરશે તો…

અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધવિરામ અને વિવાદૃ સંપૂર્ણ સમાપ્ત કરાવવા આવતીકાલે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદૃમાં મંત્રણા યોજાવાની છે. આ બેઠકમાં સામેલ થવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જે.ડી.વેન્સ ઈસ્લામાબાદૃ જવા જવાના થઈ ગયા છે. જોકે તે પહેલા વેન્સે ઈરાનને ચેતવણી આપી છે.
પાકિસ્તાન જતા પહેલા જે.ડી.વેન્સે મીડિયાને કહૃાું કે, ‘અમે યુદ્ધવિરામ અંગે ચર્ચા સફળ થવાની આશા રાખીએ છીએ. ઈરાન ખરેખર અને ઈમાનદૃારીથી વાતચીત કરશે તો અમેરિકા પણ ખુલ્લા દિૃલથી વાત કરવા માટે તૈયાર છે. પરંતુ જો ઈરાન અમેરિકા સાથે રમત રમવાનો પ્રયાસ કરશે, દૃગો કરશે કે પછી બહાનાબાજી કરશે તો અમેરિકા નરમ વલણ છોડી જવાબ આપશે.
અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળ વચ્ચે ઈસ્લામાબાદૃમાં આવતીકાલે (૧૧ એપ્રિલ) બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ‘ઈસ્લામાબાદૃ ટૉક્સ નામ અપાયું છે. પાકિસ્તાન મુસ્લિમ દૃેશ છે અને ઈરાન તેનો પડોશી છે. પાકિસ્તાનના અમેરિકા સાથે પણ સારા સંબંધો છે, તેથી બંને દૃેશોએ વાતચીત કરવા માટે ઈસ્લામાબાદૃની પસંદૃગી કરી છે.
ઉપરાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે એવું પણ કહૃાું કે, ‘રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મને વાતચીત કરવા માટે ખાસ નિર્દૃેશ આપ્યા છે. એટલે કે વેન્સ પોતાની મરજીથી નહીં, પરંતુ ટ્રમ્પની શરતો મુજબ વાતચીત કરશે. આ બેઠક માત્ર બે દૃેશો જ નહીં, વિશ્ર્વ માટે ખૂબ જ મહત્ત્વની છે. જો વાતચીત સફળ થશે તો યુદ્ધ સંપૂર્ણ બંધ થઈ શકે છે અને ક્રૂડ ઓઈલનો રસ્તો ખુલી શકે છે.
બેઠક સફળ થયા બાદૃ ક્રૂડની િંકમતોમાં ધરખમ ઘટાડો થવાની પણ આશા છે. પરંતુ જો વાતચીત નિષ્ફળ ગઈ તો ફરી સ્થિતિ બગડી શકે છે.

ઈઝરાયલ-લેબેનોન પણ શાંતિ મંત્રણા કરવા તૈયાર

વોિંશગ્ટનમાં થઈ શકે બેઠક!

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બે અઠવાડિયાના સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહૃાો. સીઝફાયર દૃરમિયાન પણ ઈઝરાયલે લેબેનોનમાં હુમલા ચાલુ રાખતા અનેક લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
આ તણાવ વચ્ચે હવે આશાનું કિરણ દૃેખાઈ રહૃાું છે, કારણ કે ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે શાંતિ વાટાઘાટો આવતા અઠવાડિયે વોિંશગ્ટન સ્થિત સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં શરૂ થવાની શક્યતા છે. આ બેઠકમાં અમેરિકા તરફથી લેબેનોનમાં અમેરિકાના રાજદૃૂત મિશેલ ઇસ્સા નેતૃત્વ કરશે, જ્યારે ઈઝરાયલ તરફથી અમેરિકામાં તેમના રાજદૃૂત યેચિએલ લાઇટર સામેલ થશે. જોકે, લેબેનોન તરફથી કોણ પ્રતિનિધિત્વ કરશે તે હજુ સ્પષ્ટ થયું નથી.