Jai Hind

હોર્મુઝ અમારે માટે ખુલ્લુ છે તેમાં કોઈ દખલ ના કરે:ચીન

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજથી (૧૩મી એપ્રિલ) હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીની જાહેરાત કરી છે. તેમની ધમકીનો ઈરાને પણ કડક જવાબ આપ્યો છે. આ દૃરમિયાન ચીને પણ હોર્મુઝ સ્ટ્રેટ અંગે મોટું નિવેદૃન આપતા કહૃાું કે, હોર્મુઝ અમારા માટે ખુલ્લુ છે. આ મામલે કોઈ દૃખલગીરી ના કરે.
અહેવાલો અનુસાર, ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જુને કહૃાું, અમે વિશ્ર્વમાં શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મિડલ ઈસ્ટની પરિસ્થિતિ પર નજર રાખી રહૃાા છીએ. અમારા જહાજો સતત હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહૃાા છે. અમારી ઈરાન સાથે વેપાર અને ઉર્જા કરાર છે.
અમે તેનો આદૃર કરીશું અને અપેક્ષા રાખીશું કે અન્ય લોકો અમારી બાબતોમાં દૃખલગીરી ના કરે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટનું નિયંત્રણ કરે છે, અને તે અમારા માટે ખુલ્લું છે.