હોર્મુઝની નાકાબંધીના પક્ષમાં અમે નથી: યુધ્ધમાં સામેલ નહીં થઈ: યુકેના પીએમ
હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચાલી રહેલા વૈશ્ર્વિક તણાવની વચ્ચે હવે યુરોપ તરફથી એક મોટુ કૂટનીતિક પગલું લેવામાં આવ્યું છે. બ્રિટેન અને ફ્રાન્સે મળીને આ મહત્વના દૃરિયાઈ રસ્તાને ખોલવા અને વૈશ્ર્વિક શિિંપગને સુરક્ષિત બનાવવા માટે એક મલ્ટીનેશનલ પ્લાન તૈયાર કરવાનો શરૂ કરી દૃીધો છે. આ દિૃશામાં બ્રિટેનના વડાપ્રધાન કીર સ્ટારમરે ૪૦થી વધારે દૃેશની એક મોટી સમિટ બોલાવવાની જાહેરાત કરી છે.
કીર સ્ટારમરે કહૃાું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવું સમગ્ર દૃુનિયા માટે નુકસાનકારક છે. તેમને કહૃાા મુજબ ગ્લોબલ શિિંપગનું અટકવું સીધી રીતે મોંઘવારી અને કોસ્ટ ઓફ લિિંવગ પર અસર પાડે છે. આ જ કારણ છે કે હવે બ્રિટેન અને ફ્રાન્સ મળીને એક પ્લાન તૈયાર કરી રહૃાા છે, જેનાથી આ દૃરિયાઈ રસ્તાને પુરી રીતે સુરક્ષિત અને ચાલું રાખી શકાય. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે સ્પષ્ટ કર્યું છે કે તેમનો દૃેશ હોર્મુઝની કોઈપણ પ્રકારની નાકાબંધી કે બ્લોકેડને ટેકો આપશે નહીં. સ્ટાર્મરે આંતરરાષ્ટ્રીય જળસીમામાં જહાજોની મુક્ત અવરજવર જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આ વિસ્તાર વૈશ્ર્વિક તેલ અને ગેસ પુરવઠા માટે અત્યંત મહત્ત્વનો છે અને કોઈપણ અવરોધ વિશ્ર્વના અર્થતંત્રને ભારે નુકસાન પહોંચાડી શકે છે.