ભારતીય પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલ અને ટેરિફ મુદ્દે આગામી સપ્તાહે વોિંશગ્ટન પહોંચીને અમેરિકન નેતાઓ સાથે બેઠક કરશે
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલ અને ટેરિફ મુદ્દે આગામી સપ્તાહે વોિંશગ્ટન પહોંચીને અમેરિકન નેતાઓ સાથે બેઠક કરશે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને અમેરિકના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ૪૦ મિનિટ સકારાત્મક વાતચીત થયા બાદૃ આ નિર્ણય લેવાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય પ્રતિનિધિમંડળ ૨૦થી ૨૨ એપ્રિલ દૃરમિયાન અમેરિકા જવાનું છે. આ દૃરમિયાન બંને દૃેશો ટ્રેડ ડીલ અને ટેરિફ સંબંધી ગૂંચવાયેલા મુદ્દાઓનો નિવેડો લાવવા પર અને સમજૂતીને અંતિમ રૂપ આપવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. ટ્રેડ ડીલને લઈને બંને દૃેશો વચ્ચે અનેક બેઠકો યોજાઈ ગઈ છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણાયક નિર્ણય લેવાયો નથી.
ગઈકાલે (૧૪ એપ્રિલે) વડાપ્રધાન મોદૃી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ૪૦ મિનિટ સુધી ટેલિફોનિક વાતચીત થઈ હતી. અમેરિકા-ઈરાન વચ્ચે બે સપ્તાહનું યુદ્ધવિરામ જાહેર કર્યા બાદૃ અને ઈસ્લામાબાદૃમાં મંત્રણા નિષ્ફળ ગયા બાદૃ બંને નેતાઓ વચ્ચે પહેલીવાર આ વાતચીત થઈ હતી. ભારતમાં અમેરિકન રાજદૃૂત સર્જિયો ગોરે બંને નેતાઓઓ વચ્ચે સકારાત્મક વાતચીત થઈ હોવાની માહિતી આપી છે. તેમણે કહૃાું કે, બંને નેતાઓ વચ્ચે ટ્રેડ ડીલ સહિત અનેક મહત્ત્વના ક્ષેત્રો પર ચર્ચા થઈ છે. અમેરિકન રાજદૃૂતે સંકેત આપ્યા છે કે, આગામી દિૃવસોમાં ભારત-અમેરિકા વચ્ચે ઊર્જા સહિત અનેક મોટા સમજૂતી થઈ શકે છે. વડાપ્રધાન મોદૃીએ પણ એક્સ પર પોસ્ટ કરીને ટ્રમ્પ સાથે વાતચીત કરી હોવાની માહિતી આપી છે. તેમણે લખ્યું હતું કે, ‘મારા મિત્ર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો હતો. અમે દ્વિપક્ષીય સંબંધો હેઠળ વિવિધ સેક્ટરોમાં થયેલી મહત્ત્વની પ્રગતિ પર સમીક્ષા કરી છે. અમે તમામ સેક્ટરોમાં વ્યાપક અને વૈશ્ર્વિક ભાગીદૃારી વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મધ્ય-પૂર્વની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો રાખવા અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર પણ ચર્ચા કરી હતી.