Jai Hind

રિપોર્ટથી ખળભળાટ ઈરાને ચીની સેટેલાઈટનો ઉપયોગ કરી અમેરિકન સૈન્ય ઠેકાણાને ટાર્ગેટ કર્યા

ઈરાને TEE-01B સેટેલાઇટ્સનો ઉપયોગ કર્યો હતો, જેને ચીની કંપની અર્થ આઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે

ઈરાને ચીનના જાસૂસી સેટેલાઇટનો ઉપયોગ કરીને મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓની રેકી કરી હતી. આ જાસૂસીને કારણે ઈરાનને તમામ મહત્વની જાણકારી મળી ગઈ હતી અને ત્યારબાદૃ યુદ્ધ દૃરમિયાન તેને અમેરિકન ઠેકાણાઓને વીણી-વીણીને નિશાન બનાવ્યા હતા. ચીની સેટેલાઇટનો આ ઉપયોગ ૨૦૨૪ના છેલ્લા દિૃવસોમાં કરવામાં આવ્યો હતો. ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલમાં આ દૃાવો કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, ઈરાને ્ઈઈ-૦૧મ્ સેટેલાઇટ્સનો ઉપયોગ કર્યો હતો, જેને ચીની કંપની અર્થ આઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ઈરાની સેનાની એરોસ્પેસ ફોર્સે આ સેટેલાઇટની સેવાઓ ખરીદૃી હતી. ચીન દ્વારા આ સેટેલાઇટ્સ લોન્ચ કર્યાના ગણતરીના દિૃવસોમાં જ ઈરાને તેની સેવાઓ લેવાનું શરૂ કરી દૃીધું હતું. બીજી તરફ, ચીની વિદૃેશ મંત્રાલયે આ રિપોર્ટને ધરમૂળથી ફગાવી દૃીધા છે. ચીનનું કહેવું છે કે તેના પર ટેરિફ લગાવવા માટે આવા પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહૃાા છે. આ મનઘડંત આરોપોનો ઉપયોગ ચીન પર ટેરિફ લાદૃવાના બહાના તરીકે થઈ શકે છે. ચીની વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાન જણાવ્યું કે જો અમેરિકા અમારા પર ટેરિફ વધારશે તો અમે પણ તેનો જડબાતોડ જવાબ આપીશું.
ફાઇનાન્શિયલ ટાઇમ્સે લખ્યું છે કે ઈરાની સેનાના લીક થયેલા દૃસ્તાવેજોના અભ્યાસ બાદૃ આ માહિતી સામે આવી છે. અખબારના જણાવ્યા અનુસાર, ઈરાની સેનાના કમાન્ડરોએ સેટેલાઇટ દ્વારા અમેરિકન સૈન્ય ઠેકાણાઓની મોનિટિંરગ કરવાના આદૃેશ આપ્યા હતા, ત્યારબાદૃ સેટેલાઇટની મદૃદૃથી તસવીરો અને અન્ય વિગતો મેળવવામાં આવી હતી.
આ તસવીરો ઘણા સમય પહેલા એકઠી કરવામાં આવી હતી. ત્યારબાદૃ જ્યારે ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા, ત્યારે ઈરાને પણ વળતો પ્રહાર કર્યો હતો. ઈરાને ઈરાક, કતાર, સાઉદૃી અરેબિયા સહિતના દૃેશોમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર ઘાતક હુમલા કર્યા હતા. એવી પણ માહિતી છે કે ચીની સેટેલાઇટ્સની રેન્જમાં એશિયાનો મોટાભાગનો હિસ્સો આવે છે, આ ઉપરાંત લેટિન અમેરિકા સહિતના અન્ય ક્ષેત્રો પણ તેની ઝપેટમાં છે. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ ચીન પર આરોપ લગાવી ચૂક્યા છે કે તેણે હથિયારો દ્વારા ઈરાનને મદૃદૃ કરી છે. ટ્રમ્પે કહૃાું હતું કે મેં કેટલાક દૃેશો પર ૫૦ ટકા વધારાનો ટેરિફ લગાવવાની જે વાત કરી છે, તે મુખ્યત્વે ચીન માટે જ છે. મહત્વનું છે કે મે મહિનામાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ચીન પ્રવાસે જવાના છે. એવું પણ માનવામાં આવે છે કે કદૃાચ પોતાના પ્રવાસ પહેલા એક સારી ડીલ માટે ચીન પર દૃબાણ લાવવાની તેમની આ એક વ્યૂહનીતિ હોઈ શકે છે.