Jai Hind

ઈસ્લામાબાદથી પરત ફરતી વખતે… ઈરાનના પ્રતિનિધિ મંડળે વિમાન બદલી નાખ્યુ: બસ-ટ્રેનથી તહેરાન પહોંચ્યા

અમને ધમકી મળી હતી કે અમારા વિમાન પર હુમલો થઈ શકે છે: પ્રતિનિધિમંડળના સભ્ય

ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે શાંતિ વાતો પરિણામ વગરની રહ્યા બાદ તહેરાન પાછા ફરી રહેલા ઈરાની પ્રતિનિધિ મંડળને ગંભીર સુરક્ષા ખતરાનો સામનો કરવો પડયો હતો. ઈરાની રાજનીતિક વિશ્ર્લેષક મોહમ્મદ મરાંદીએ લેબનાની સમાચાર આઉટલેટ અલ મયાદીનને જણાવ્યું હતું કે ખૂબ જ સાવધાની રાખીને ઈરાની વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદ અધ્યક્ષ મોહમ્મદ બ્રોકર ગાલિબાક સહિત પ્રતિનિધિ મંડળે ખૂબ જ સાવધાની રાખીને રસ્તામાં જ પોતાનું વિમાન બદલી નાખ્યું હતું.
મરાંદીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળે વિમાન બદલવાની સાથે જ બસ અને ટ્રેનથી તહેરાન પહોંચવાનો વૈકલ્પિક રસ્તો અપનાવ્યો હતો. ઈરાની પ્રતિનિધિમંડળની તહેરાન વિશ્ર્વ વિદ્યાલયના પ્રોફેસર મરાંદી પણ ઈસ્લામાબાદ ગયા હતા. તેમણે કહ્યું હતું કે ઈસ્લામાબાદ જતી વખતે અમને સીધી ધમકી મળી હતી કે અમારા વિમાન પર હુમલો થઈ શકે છે.પ્રો. મરાંદીએ જણાવ્યું હતું કે આ કારણે તહેરાન પરત ફરતી વખતે પ્રતિનિધિમંડળે ગુપ્ત રીતે પોતાનું વિમાન બદલી નાખ્યું હતું. અમે અમેરિકા પર ભરોસો નથી કરી શકતા.