શાંતિ કરાર નકારવામાં આવશે તો
અમેરિકાએ ઈરાનને ધમકી આપી છે કે જો શાંતિ કરાર નકારવામાં આવશે તો અમે ફરીથી યુદ્ધ શરૂ કરીશું. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ઈરાનને સંદૃેશ આપ્યો હતો કે અમે તમને જોઈ રહૃાા છીએ. તેમણે કહૃાું કે અમેરિકા જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી ઈરાનના બંદૃરોને નાકાબંધી કરશે. તેમણે ચેતવણી આપી હતી કે જો તેહરાન કોઈ કરાર નહીં કરે તો ફરીથી હુમલા કરવામાં આવશે. હેગસેથે પેન્ટાગોનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહૃાું, “જો ઈરાન કોઈ ખોટો નિર્ણય લેશે, તો તેને નાકાબંધીનો સામનો કરવો પડશે અને તેના માળખાગત સુવિધાઓ, વીજળી અને ઉર્જા કેન્દ્રો પર બોમ્બમારો કરવામાં આવશે.”
ટોચના યુએસ લશ્કરી અધિકારી જનરલ ડેન કેને જણાવ્યું હતું કે નાકાબંધી ઈરાની બંદૃરોમાં પ્રવેશતા કે બહાર નીકળતા તમામ જહાજોને લાગુ પડે છે, પછી ભલે તેમની રાષ્ટ્રીયતા ગમે તે હોય.