Jai Hind

UNમાં સુધારા લાવવા વીટો પાવર ધરાવતા દૃેશોની સંખ્યા વધારવી જરૂરી: ભારત

UNની બેઠકમાં સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદૃ વધારવા માગણી

યુનાઈટેડ નેશન્સના માળખામાં સમય પ્રમાણે બદૃલાવ લાવવાની જરૂરિયાત સંદૃર્ભે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે, યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારા લાવવા હોય તો કાયમી સભ્યપદૃની શ્રેણીનું વિસ્તરણ અનિવાર્ય છે. વીટો પાવર ધરાવતા દૃેશોની સંખ્યા વધારવામાં આવશે તો પ્રવર્તમાન સમયમાં સર્જાયેલા અસંતુલન અને અસમાનતાને દૃૂર કરી શકાશે.

વીટો પાવર સાથે કાયમી સભ્યપદૃની શ્રેણીનું વિસ્તરણ કરવામાં ન આવે તો આ પ્રમાણ વધુ કથળશે અને તેના કારણે અસંલુન અને અસમાનતાની વર્તમાન વ્યવસ્થાને બળ મળશે

સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારા વિષય અન્વયે યોજાયેલી ઈન્ટર-ગવર્નમેન્ટલ નેગોશિએશન બેઠક દૃરમિયાન ભારતના ેંદ્ગ રાજદૃૂત પાર્વથાનેની હરીશે કહૃાું હતું કે, વીટો સાથે અથવા તેના વગર નવી શ્રેણીની વિચારણા ખૂબ જટિલ બનશે, કારણકે આ અંગે ઘણી વ્યાપક ચર્ચાઓ થઈ રહી છે. બે મહત્ત્વના પરિબળ છે, જેના કારણે ેંદ્ગના માળખામાં અસંતુલન આવે છે અને કાયદૃેસરતાનો અભાવ વર્તાય છે. આ બંને પાસામાં સભ્ય પદૃ અને વીટોનો સમાવેશ થાય છે. ેંદ્ગ સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારા લાવવાની જરૂરિયાત અંગે કોઈ બેમત નથી. ૮૦ વર્ષ પહેલા બનાવાયેલું માળખું વર્તમાન સમયની જરૂરિયાતોને પૂરી કરી શકતું નથી અને જીઓ-પોલિટિકલ સ્થિતિને સમજી શકતું નથી. ૧૯૬૦ના દૃસકા દૃરમિયાન કાઉન્સિલમાં એક માત્ર સુધારો થયો હતો અને તેના કારણે વીટો પાવર ધરાવતા દૃેશોની સંખ્યા વધી છે. વીટો ધરાવતા કાયમી સભ્ય અને વીટો રહિત બિન-કાયમી સભ્યનું પ્રમાણ ૫:૬ હતું, જેને વધારીને ૫:૧૦ કરવામાં આવ્યું હતું. વીટો પાવર સાથે કાયમી સભ્યપદૃની શ્રેણીનું વિસ્તરણ કરવામાં ન આવે તો આ પ્રમાણ વધુ કથળશે અને તેના કારણે અસંલુન અને અસમાનતાની વર્તમાન વ્યવસ્થાને બળ મળશે.
તેથી કાયમી સભ્યપદૃ અને વીટો શ્રેણીનું વિસ્તરણ કર્યા વગર સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારો લાવી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, ભારત દૃાયકાઓથી સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારા માટે પ્રયત્નશી છે. ૧૯૪૫ના વર્ષમાં સ્થપાયેલી ૧૫ દૃેશોની કાઉન્સિલના હેતુ સાથે ૨૧મી સદૃીમાં તાલમેલ સાધવો હોય તો વર્તમાન સમયની જીઓ-પોલિટિકલ સ્થિતિને સમજવી પડશે.