યુદ્ધમાં મદદ ન કરવાને કારણે ટ્રમ્પ નારાજ થયા છે
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અત્યારે અમેરિકા અને ઇટાલી વચ્ચેના સંબંધોમાં ભારે ગરમાવો જોવા મળી રહૃાો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની કરવામાં આવેલી ટીકા બાદૃ ઇટાલીનું રાજકારણ એકાએક ગરમાયું છે. જોકે, નવાઈની વાત એ છે કે મેલોનીના કટ્ટર વિરોધી એવા નેતા પ્રતિપક્ષ એલી શ્લેન તેમની વહારે આવ્યા છે અને સંસદૃમાં ટ્રમ્પની ધજ્જિયાં ઉડાવી દૃીધી છે.
ઇટાલીની સેન્ટર લેટ ડેમોક્રેટિક પાર્ટીના નેતા એલી શ્લેને સંસદૃમાં ગર્જના કરતા કહૃાું કે, “કોઈપણ વિદૃેશી રાષ્ટ્રાધ્યક્ષ મારા દૃેશ અને મારી સરકારનું અપમાન કરી શકે નહીં. સાંભળી લે ટ્રમ્પ, ભલે અમે રાજકીય પ્રતિસ્પર્ધી હોઈએ, પરંતુ અમે ઇટાલિયન લોકો અમારા દૃેશ પર થતા હુમલા સહન નહીં કરીએ, ખાસ કરીને તારા તરફથી.” એલી શ્લેને જે રીતે પોતાની રાજકીય દૃુશ્મની ભૂલીને વડાપ્રધાન મેલોની અને ઇટાલીના સાર્વભૌમત્વનું સમર્થન કર્યું, તેનાથી આખી સંસદૃમાં તેમને સ્ટેન્ડિંગ ઓવેશન (ઉભા થઈને માન) મળ્યું હતું.
અત્યાર સુધી ટ્રમ્પ અને મેલોની વચ્ચે ગાઢ મિત્રતા હતી, પરંતુ ઈરાન સાથેના સંભવિત યુદ્ધમાં મદૃદૃ ન કરવાને કારણે ટ્રમ્પ નારાજ થયા છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે મેલોની વિશે કહૃાું હતું કે, “મને લાગતું હતું કે તેમનામાં િંહમત છે, પણ હું ખોટો હતો. તેમને કોઈ ફર્ક નથી પડતો કે ઈરાન પાસે પરમાણુ હથિયાર છે, જે બે મિનિટમાં ઇટાલીને તબાહ કરી શકે છે.” ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે મેલોની હવે એવા નથી રહૃાા જેવું તેમણે વિચાર્યું હતું.