ઇટાલીના ઉત્તરમાં આવેલા બર્ગામો પ્રાંતમાં બૈસાખીના પવિત્ર તહેવાર દૃરમિયાન એક ફાયિંરગની ઘટના બની હતી. અહીં એક વેરહાઉસ પાસે અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ફાયિંરગ કરીને બે ભારતીય નાગરિકોની હત્યા કરી દૃીધી છે. આ ઘટનાને પગલે સ્થાનિક ભારતીય સમુદૃાયમાં શોક અને ફફડાટ વ્યાપી ગયો છે.
આ લોહિયાળ ઘટના શુક્રવારે મોડી રાત્રે બર્ગામો પ્રાંતના કોવો વિસ્તારમાં બની હતી.
જે સ્થળે આ હુમલો થયો તે ગુરુદ્વારા માતા સાહિબ કૌર જીની નજીક આવેલું એક વેરહાઉસ છે. બૈસાખીના તહેવાર નિમિત્તે આ વેરહાઉસનો ઉપયોગ ધાર્મિક પ્રવૃત્તિઓ અને સભા માટે કરવામાં આવી રહૃાો હતો. જ્યારે બંને પીડિતો વેરહાઉસમાંથી બહાર નીકળી રહૃાા હતા, ત્યારે જ હુમલાખોરે તેમના પર હુમલો કર્યો હતો.
પોલીસ અહેવાલો અનુસાર, મૃતકોની ઓળખ ૪૮ વર્ષીય રાગિન્દૃર િંસહ અને ૪૮ વર્ષીય ગુરમીત િંસહ તરીકે થઈ છે. રાગિન્દૃર િંસહ કોવો વિસ્તારના જ રહેવાસી હતા, જ્યારે ગુરમીત િંસહ અગ્નાડેલોમાં રહેતા હતા. હુમલાખોરે અચાનક આવીને બંને પર ગોળીઓ ચલાવી હતી અને ત્યારબાદૃ પોતાની કારમાં બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સ્થાનિક પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ કોઈ આકસ્મિક ઝઘડાનું પરિણામ નથી, પરંતુ એક સુનિયોજિત હત્યા હોઈ શકે છે.