Jai Hind

હોર્મુઝમાં ભારતીય જહાજો પર હુમલા બાદૃ નવી એડવાઇઝરી

લારક આઇલેન્ડથી દૃૂર રહેવાની ચેતવણી

હોર્મુઝમાં ભારતીય જહાજો પર ઇરાનના હુમલા અંગ્ો પ્રશ્ર્ન કરનાર મહિલા પત્રકારનું ટ્રમ્પ્ો અપમાન કરી નાખ્યુ

ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હવે રણમેદૃાન બની ચુક્યું છે. ૧૮ એપ્રિલે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર) દ્વારા બે ભારતીય જહાજો પર કરવામાં આવેલા ફાયિંરગ બાદૃ ભારત સરકારે કડક એડવાઈઝરી જારી કરી છે. ભારતીય નૌસેનાએ તમામ ભારતીય જહાજોને લારક આઈલેન્ડથી દૃૂર રહેવા અને નેવીની સૂચના વગર આગળ ન વધવા આદૃેશ આપ્યો છે.
૧૮ એપ્રિલના રોજ ભારતીય જહાજો જગ અર્ણવ અને સનમાર હેરાલ્ડ હોર્મુઝ પસાર કરવાનો પ્રયાસ કરી રહૃાા હતા. આ દૃરમિયાન ઈરાની ગાર્ડ્સ દ્વારા તેમના પર ફાયિંરગ કરવામાં આવતા આ બંને જહાજોએ અધવચ્ચેથી પાછા વળવું પડ્યું હતું. જોકે, તે જ દિૃવસે દૃેશ ગરિમા નામનું જહાજ સફળતાપૂર્વક ખાડી પસાર કરી શક્યું હતું. જેને અત્યારે ભારતીય નૌસેના સુરક્ષા આપી રહી છે. લારક આઈલેન્ડ હોર્મુઝના સૌથી સાંકડા ભાગમાં આવેલો છે, જ્યાં ઈરાનનું મુખ્ય ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. અહીં ઈરાની સેનાના અનેક બેઝ છે, જે નાની અને ફાસ્ટ બોટ દ્વારા કોઈપણ જહાજને ટાર્ગેટ કરી શકે છે. આ વિસ્તારમાં ઓમાન કોસ્ટ પાસે સમુદ્રી સુરંગો હોવાનું જોખમ હોવાથી નૌસેના અત્યંત સાવધ છે.હાલમાં પર્શિયન ગલ્ફમાં ૧૪ ભારતીય જહાજો હોર્મુઝ પસાર કરવા માટે મંજૂરીની રાહ જોઈ રહૃાા છે. ભારતીય નૌસેના આ જહાજો સાથે સતત સંપર્કમાં છે. નૌસેનાએ કુલ ૭ યુદ્ધ જહાજો આ વિસ્તારમાં તૈનાત કર્યા છે. જે જહાજો હોર્મુઝ પસાર કરે છે, તેમને અરબી સમુદ્ર સુધી નેવી દ્વારા એસ્કોર્ટ આપવામાં આવી રહૃાું છે. દૃેશ ગરિમા ૨૨ એપ્રિલે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે.