Jai Hind

શાંતિ મંત્રણા નિષ્ફળ જવાની આશંકાથી દૃુનિયામાં ફફડાટ

હોર્મુઝમાં સૈન્ય તણાવ અને જહાજોની જપ્તી

અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના બીજા પ્રયાસો હવે મોટા રાજદ્વારી ટકરાવ તરફ આગળ વધી રહૃાા છે. મીડિયા અહેવાલ મુજબ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ’દૃબાણની કૂટનીતિ’ અને ઈરાનની લાંબુ ખેંચવાની ’લોન્ગ ગેમ’ વ્યૂહનીતિ સામસામે આવી ગઈ છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન તરત જ શરણાગતિ સ્વીકારે અને મોટા નિર્ણયો લે, જ્યારે ઈરાની નેતૃત્વ આ પ્રક્રિયાને સમય આપીને ધીમી પાડવા માંગે છે. આ ખેંચતાણ વચ્ચે બંને દૃેશોમાં અવિશ્ર્વાસ એટલો ઊંડો છે કે ઈરાન હવે અમેરિકા સાથેના કોઈપણ કરારને વ્યર્થ માની રહૃાું છે.રાજદ્વારી મડાગાંઠની સાથે દૃરિયાઈ સીમા પર પણ યુદ્ધની સ્થિતિ સર્જાઈ રહી છે. અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ સંભવિત મંત્રણા માટે ઇસ્લામાબાદૃ રવાના થવાના છે, પરંતુ નિષ્ણાતો માની રહૃાા છે કે આ વાટાઘાટો સફળ થવી મુશ્કેલ છે.