અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકેબંધીના કારણે વિશ્ર્વભરમાં ઓઇલ અને ગેસના પુરવઠાને લઈને િંચતા વધી છે.
આ કટોકટીના સમયે ભારતે અત્યંત સમજદૃારીપૂર્વકનું પગલું ભર્યું છે. ભારત સરકારે રશિયાથી ઓઇલ લાવતા જહાજો માટે વીમો આપતી રશિયન કંપનીઓની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિિંપગ(ડ્ઢય્જી) દ્વારા અગાઉ ૮ કંપનીઓને મંજૂરી અપાઈ હતી, જે હવે વધારીને ૧૧ કરી દૃેવામાં આવી છે. ભારતનો આ નિર્ણય દૃેશની ઊર્જા સુરક્ષા માટે એક મજબૂત ’સુરક્ષા કવચ’ સમાન માનવામાં આવે છે.