Jai Hind

ટ્રમ્પની કાર્યશૈલી અને સ્વભાવથી ૬૨% અમેરિકન નાખુશ

માત્ર ૩૬ ટકા અમેરિકન ટ્રમ્પની કાર્યશૈલીન્ો પસંદૃ કરે છે: કેટલાક રિપબ્લિકન પણ ટ્રમ્પના સ્વભાવથી નારાજ: જોકે ટ્રમ્પનું એપ્રુવલ રેિંટગ ૩૬% પર જળવાઈ રહૃાું છે

અમેરિકામાં હાલમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ, રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યશૈલી અને સ્વભાવને લઈને અમેરિકન નાગરિકોમાં િંચતા વધતી જઈ રહી છે. રોઈટર્સ અન્ો આઇપ્સોસ ના સંયુક્ત સર્વેમાં એ વાત સામે આવી છે કે ત્યાં મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પના સ્વભાવ અને નિર્ણય લેવાની ક્ષમતા પર સવાલ ઉઠાવી રહૃાા છે. સર્વેમાં દૃાવો કરવામાં આવ્યો છે કે ૬૨ ટકા અમેરિકન ટ્રમ્પના કામકાજથી ખુશ નથી. જેમાં તેમની પાર્ટીના કેટલાક રિપબ્લિકન પણ સામેલ છે, જે તેમના સ્વભાવ પર સવાલ ઉઠાવી રહૃાા છે. જો કે ટ્રમ્પનું એપ્રુવલ રેિંટગ ૩૬ ટકા પર જળવાઈ રહૃાું છે.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે બહુ ઓછા અમેરિકન ઈરાન પર અમેરિકા હુમલા અથવા નાટોમાંથી બહાર નીકળવાની ચર્ચા જેવા ટ્રમ્પના નિર્ણયનું સમર્થન કરે છે. આ સર્વે રિપોર્ટ ત્યારે આવ્યો છે, જ્યારે ટ્રમ્પ પોપ સાથે વિવાદૃોમાં ઘેરાયેલા છે અને ઈરાન યુદ્ધમાં પણ તેઓ વ્યૂહાત્મક રીતે પાછળ રહી રહૃાા છે. સર્વે મુજબ હાલના દિૃવસોમાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એપ્રુવલ રેિંટગ તેમના કાર્યકાળના સૌથી નીચલા સ્તરે બનેલું છે, કારણ કે ઈરાન યુદ્ધ અને પોપ લિયો સાથેના વિવાદૃ વચ્ચે ઘણા અમેરિકન તેમના સ્વભાવથી ખુશ નથી.
સોમવારે પૂરા થયેલા છ દિૃવસીય જનમત સર્વેક્ષણ દૃર્શાવે છે કે માત્ર ૩૬% અમેરિકન ટ્રમ્પના કામ કરવાની રીતને પસંદૃ કરે છે, જે એક મહિના પહેલાના સ્તર પર જ બનેલું છે. ટ્રમ્પને તેમના વર્તમાન કાર્યકાળમાં સૌથી વધુ એપ્રુવલ રેિંટગ (૪૭ ટકા) ત્યારે મળ્યું હતું, જ્યારે તેમણે ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ રાષ્ટ્ર પ્રમુખ તરીકે પદૃના શપથ લીધા હતા. જ્યારે ૨૮ ફેબ્રુઆરીએ તેમના પ્રશાસન અને ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવામાં આવ્યું, ત્યારથી જ ટ્રમ્પ પર આ દૃબાણ બનેલું છે. લગભગ ૩૬% અમેરિકન ઈરાન વિરુદ્ધ અમેરિકન સૈન્ય હુમલાઓનું સમર્થન કરે છે, જ્યારે ૧૦-૧૨ એપ્રિલના રોજ કરવામાં આવેલા સર્વેમાં આ આંકડો ૩૫% હતો. દૃેશભરમાં ૪,૫૫૭ અમેરિકન વયસ્કો પર ઓનલાઇન કરવામાં આવેલા આ તાજા સર્વેમાં ૨ ટકા પોઇન્ટની ભૂલની હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.