Jai Hind

જર્મન એરલાઇન્સ લુફથાંસાએ 20 હજાર ફ્લાઇટ રદ કરી: ઇંધણ બચાવવા સરકારનો ફેસલો

યુરોપની મોટી એરલાઇન કંપની લુફથાંસા એજીએ પોતાના સમર શેડ્યુલથી 20000 નાના અંતરની ઉડોના રદ કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં ઇરાન-અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ખેલાયેલા યુધ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં તેને લઇને ઉભી થયેલી ઇંધણની અછતથી ભારે કિંમતોના કારણે આ નિર્ણય લેવાયો છે.કંપનીના જણાવ્યા અનુસાર આ ઉડાનોમાં કપાતથી કુલ ઉપલબ્ધ સીટ ક્ષમતા એક ટકાથી ઓછી રહેશે અને લગભગ 40000 ટન જેટ ઇંધણની બચત થશે. આ પહેલા લુફથાંસોમાં પોતાના રિજ્યોનલ યુનિટ ‘સિટીલાઇમ’ને બંધ કરવા અને વધુ ઇંધણ ખર્ચ કરતા વિમાનોને ગ્રાઉન્ડ કરવાની જાહેરાત કરી હતી.
મંગળવારથી 120 ઉડાનો રદ કરાઇ છે, જે મેના અંત સુધી લાગુ રહેશે. આ ઉપરાંત ગરમીની પુરી સીઝન માટે વધુ કપાતની જાહેરાત એપ્રિલના અંત કે મેની શરુઆતમાં કરાશે.
વૈશ્ર્વિક સ્તર પર પણ એરલાઇન ઇન્ડસ્ટ્રીને અસર થઇ છે. લુફથાંસા પોતાની નફાખોરી વધારવા માટે ખર્ચ ઘટાડવા પર પણ કામ કરી રહી છે.