Jai Hind

5000 સૈનિકો સાથેનું વધુ એક અમેરિકી યુદ્ધ જહાજ ગલ્ફ ભણી રવાના

2003 બાદની સૌથી મોટી લશ્કરી જમાવટ અમેરિકાએ કરી

ઈરાન સાથે યુદ્ધ વિરામની જાહેરાત છતા પણ અમેરિકા ગલ્ફમાં તેની હાજરી વધારી રહ્યું છે અને અમેરિકાનું ત્રીજા નંબરનો સૌથી મોટો યુદ્ધ જહાજી કાફલો જેમાં 5 હજારથી વધુ જવાનો પણ સામેલ છે તે ગલ્ફ ભણી આગળ વધી રહ્યા છે. ખાસ કરીને હોર્મુઝનો જળમાર્ગ ખોલવામાં અમેરિકાને નિષ્ફળતા મળી છે. અહી 2003 બાદ અમેરિકાએ સૌથી વધુ યુદ્ધ જહાજ અને સૈન્ય ખડકયુ છે. આ સમગ્ર ઓપરેશન માટે 10 હજાર જેટલા ગ્રાઉન્ડ ઓપરેશન નિષ્ણાંત કમાન્ડો અને 82મી એરબોર્ન ડિવિઝન તથા મરીન કમાન્ડો પણ અહી મૌજૂદ છે તે સમયે ફરી એક વખત યુદ્ધ જહાજો રવાના કરવાના ટ્રમ્પના નિર્ણયથી ગલ્ફ યુદ્ધ વ્હેલુ સમાપ્ત થશે તેવી શકયતા નહીવત છે.