ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું અને કડક પગલું ભરતા અમેરિકન સૈન્યને આદૃેશ આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈપણ ઈરાની નાની બોટ દ્વારા માઈન્સ મૂકતી વખતે “જોતાં જ ગોળી મારી દૃેવામાં આવે”. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ટ્રમ્પે કહૃાું, “મેં અમેરિકન નૌકાદૃળને આદૃેશ આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટના પાણીમાં કોઈપણ બોટ ભલે ગમે તેટલી નાની હોય, માઈન્સ મૂકતી હોય તેને તાત્કાલિક નિશાન બનાવવામાં આવે.”
ટ્રમ્પે એમ પણ કહૃાું કે યુએસ નૌકાદૃળ આ મહત્વપૂર્ણ દૃરિયાઈ માર્ગ પરથી માઈન્સ દૃૂર કરવા માટે કામ કરી રહી છે અને આ કામગીરીને ત્રણ ગણી ઝડપી બનાવવાનો આદૃેશ આપ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્ર્વના સૌથી મહત્વપૂર્ણ દૃરિયાઈ માર્ગોમાંથી એક છે, જેના દ્વારા મોટી માત્રામાં વૈશ્ર્વિક તેલ પુરવઠો પસાર થાય છે.