પર્સીયન ગલ્ફમાં બીછાવાયેલા દુનિયાના આઈ-ટ્રાફિકના 30% વ્યવહારો કપાઈ શકે: આર્થિક સહિતની જંગી નુકશાનીનો ભય
તહેરાન: અમેરિકા દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત છતા પણ હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી ચાલુ રાખવા કરેલી જાહેરાતથી ઈરાનને મોટા આર્થિક ફટકો પડી શકે છે તે વચ્ચે હવે ઈરાનમાં રીવોલ્યુશનરી ગાર્ડે ધમકી આપી છે કે જો હોર્મુઝની નાકાબંધી ચાલુ રખાશે તો તે પર્સીયન ગલ્ફમાં બીછાવાયેલા ઈન્ટરનેટના સી-કેબલને કાપીને દુનિયામાં ડીજીટલ બ્લેક આઉટ સર્જી શકે છે. જે રીતે હોર્મુઝ જળમાર્ગ પર અંકુશ ઈરાન માટે મહત્વનો છે. તેથી ઈરાનની આ ધમકીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ઈરાનના આ શક્તિશાળી રીવોલ્યુશનરી ગાર્ડની હાલની ધમકી પણ વિશ્ર્વમાં અગાઉ પણ આ ચિંતા દર્શાવાઈ હતી. હોર્મુઝ જળમાર્ગ ક્રુડતેલ આવાગમન ઉપરાંત ઈન્ટરનેટ ડેટા કેબલ માટે પુરો પર્સીયન ગલ્ફ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે વૈશ્ર્વિક સંદેશાવ્યવહાર ડીજીટલ ઈકોનોમીની ધોરીનસ સમાન છે અને 17થી30%નો ઈન્ટરનેટ ટ્રાફીક આ માર્ગથી પસાર થાય છે. જે એશિયા, યુરોપ અને મધ્યપુર્વને જોડે છે. જેના પર આ ક્ષેત્રોમાં મોટુ એઆઈ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ છે.
આ કેબલએ વૈશ્ર્વિક નાણાકીય વ્યવહારો, કલાઉડ સેવા, ઈમેલ તથા વિડીયોકોલ સહિતના વ્યવહારો માટે મહત્વનું છે અને તે કેબલ ને થોડુ પણ નુકશાન મોટી આર્થિક નુકશાની લાવી શકે છે.
દુનિયાની તમામ ટેક કંપનીઓ માટે પણ આ કેબલ અત્યંત મહત્વના છે અને આ પ્રકારની ધમકીઓ બાદ અમેરિકન કંપનીઓ હવે આ પ્રકારના અન્ડર-સી ડેટા કેબલના બદલે તે ઉપગ્રહ આધારીત વ્યવસ્થા પર જઈ રહી છે પણ હજું તેના કરતા આ કેબલ વ્યવસ્થા વધુ અસરકારક છે.