Jai Hind

હોર્મુજનો ‘તાપ: સમુદ્રમાં ટ્રાફિક જામ: હવામાં હાહાકાર

તેલ અને ગેસની સપ્લાયમાં વિઘ્નથી ભાવો રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યા: વૈશ્ર્વિક મોંઘવારી ફાટી નીકળી

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ન માત્ર સમુદ્રમાં જહાજોની કતાર લાગી છે, બલકે જંગના પડછાયાએ ઉડાનોને પણ મોંઘી કરી દીધી છે. તેલ અને ગેસની સપ્લાયમાં રૂકાવટ આવવાથી કાચા તેલના ભાવ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચી ગયા છે, જેમાં વૈશ્ર્વિક મોંઘવારીએ ગતિ પકડી લીધી છે તેનો સૌથી મોટો માર હવાઈ ક્ષેત્ર પર પડયો છે. ઈંધણની વધતી કિંમતોના કારણે એરલાઈન્સ ભાડુ વધારી રહી છે અને પોતાના નફાના દાવાનો પરત લઈ રહી છે.
કંપનીઓનો ઓપરેશનલ ખર્ચ વધવાથી કાચા તેલની કિંમત 100 ડોલરની પાર દર બેરલે પહોંચી ગઈ છે. કિંમતોમાં 1થી3 ડોલર સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
શિપીંગ વિશ્ર્લેષણ મંચ ‘ધી સિગ્નલ ગ્રુપ’ના અનુસાર અમેરિકાના ખાડી તટ પર ટેન્કરોની ઉપલબ્ધતામાં 41 ટકાનો ઘટાડો આવ્યો છે. નાના ટેન્કરોની ઉપલબ્ધતા પણ 40થી75 ટકા ઘટી ગઈ છે.જહાજોની માંગ વધવાથી માલ પરિવહન દરો (ફેટ રેટ)માં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. સુએજમેકસ અને અફ્રામેકસ જેવા વિશાળ જહાજ હવે 3 લાખ ડોલર દરરોજ કમાઈ રહ્યા છે, જયારે છેલ્લા પાંચ મહિનાની સરેરાશ માત્ર 60 હજાર ડોલર દરરોજ હતી એટલે કે જહાજોની કમાણી પાંચ ગણી વધી ગઈ છે.
સેવા ક્ષેત્રનો ખર્ચ 1996 બાદ સૌથી ઉંચા સ્તરે છે. વૈશ્ર્વિક સ્તર પર તેલની કિંમતો 10થી13 ટકા સુધી ઉછળી છે, જયારે યુરોપમાં ગેસની કિંમતો લગભગ બે ગણી થઈ ગઈ છે. બંદરો પર ફસાયેલા માખણ અને ક્રીમ જેવા તાજા ઉત્પાદનો ખરાબ થવાનો ડર વધી ગયો છે.
આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન અનુસાર વૈશ્ર્વિક શિપિંગ ક્ષેત્ર કુલ કાર્બન ઉત્સર્જનમાં 3 ટકાની ભાગીદારી રાખે છે, લાંબા રસ્તા (જેમકે કેપ ઓફ ગુપ હોપ)ના ઉપયોગથી ઈંધણનો વપરાશ અને પ્રદુષણમાં 15થી25 ટકાનો વધારો થયો છે, આ ઉપરાંત સમુદ્રમાં ઓઈલ લિકેજનો ખતરો પર્યાવરણ માટે મોટું સંકટ છે.