Jai Hind

ટ્રમ્પના કાર્યક્રમમાં ફાયિંરગ, સિક્રેટ સર્વિસે બચાવ્યા

વોિંશગ્ટનની હોટેલમાં વ્હાઇટ હાઉસ કોરસ પોન્ડન્ટસ ડિનરમાં અફરાતફરી મચી ગઈ

અમેરિકાના વોિંશગ્ટનમાં વ્હાઇટ હાઉસ પર ફાયિંરગની ઘટના બની છે. ડિનર દૃરમિયાન વ્હાઈટ હાઉસમાં ફાયિંરગની ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ હોટેલ હિલ્ટનમાં હાજર હતા ત્યારે જ ફાયિંરગ થયું હતું. આવામાં સુરક્ષા દૃળોએ તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિને બહાર કાઢ્યા હતા. હુમલા બાદૃ હુમલાખોરને ઠાર મરાયો હોવાની માહિતી મળી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરીને માહિતી આપી.
અંધાધૂંધ ફાયિંરગ બાદૃ સિક્રેટ સર્વિસના નિર્દૃેશ પર કાર્યક્રમમાં હાજર મહેમાનોને ટેબલ નીચે જવા માટે કહેવામાં આવ્યું. ભારે હથિયારોથી સજ્જ સુરક્ષાકર્મીઓ તરત જ સ્ટેજ પર પહોંચી ગયા અને સમગ્ર કાર્યક્રમ સ્થળને સુરક્ષિત કર્યું.ઘટના બાદૃ ઘણા લોકો બહાર નીકળતા જોવા મળ્યા. વોિંશગ્ટનની હિલ્ટન હોટલમાં થયેલા ફાયિંરગની ઘટનાથી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા પર મોટા સવાલ ઉભા થયા છે. હોટલમાં ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ તથા તેમના પત્ની પણ હાજર હતા. ફાયિંરગ બાદૃ તાત્કાલિક અસરથી સુરક્ષા કર્મીઓએ ટ્રમ્પની ટેબલ નીચે છુપાડી દૃીધા હતા, અને ત્યાંથી સલામત સ્થળે ખસેડ્યા હતા.
હકીકતમાં, હિલ્ટન હોટલમાં વ્હાઈટ હાઉસનું કોરસ્પોન્ડન્ટ્સ ડિનરનું આયોજન કરાયું હતું. આ દૃરમિયાન હોટલમાં ૨૬૦૦ થી વધુ લોકો હાજર હતા. હોટલના કેટલાક વીડિયો સામે આવ્યા છે. જેમાં, ફાયિંરગનો અવાજ સાંભળવા મળે છે. આ ઘટના બાદૃ હોટલમાં અફરાતફરી મચી ગઈ હતી. હુમલાખોરને પકડી લેવાયો હતો.
ફાયિંરગનો અવાજ ડિનર હોલના એકદૃમ ઉપરના રૂમમાંથી આવી હતી. વીડિયોમાં જોવા મળ્યું કે, મેલાનિયા ટ્રમ્પ ભીડમાં કંઈક જોઈને ચોંકી ગયા હતા. જેમ ફાયિંરગ થયાનો અવાજ આવ્યો, હોલમાં હાજર લોકોમાં ભાગદૃોડ મચી ગઈ હતી.
અનેક લોકો પોતાનો જીવ બચાવવા માટે ટેબલ નીચે છુપાઈ ગયા હતા. હોટલના કર્મચારી અને વેઈટર્સ બહાર તરફ ભાગતા નજર આવ્યા હતા.
વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ એસોસિયેશન દ્વારા દૃર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં પત્રકારો, દિૃગ્ગજ રાજકારણીઓ અને હોલીવુડની હસ્તીઓ ભાગ લે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રેસની સ્વતંત્રતાની ઉજવણી અને પત્રકારત્વ માટે શિષ્યવૃત્તિ એકત્ર કરવાનો હોય છે. હાલમાં સિક્રેટ સર્વિસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ધરપકડ કરાયેલા શંકાસ્પદૃની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હોટેલ પરિસરમાં સુરક્ષા વધારી દૃેવામાં આવી છે.

અમેરિકાના પાટનગર વોિંશગ્ટન ડીસીમાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દૃંપતિ, ઉપપ્રમુખ જે ડી વાન્સ સહિતના મહાનુભાવોની હાજરીમાં હિલ્ટન હોટેલમાં યોજાયેલા ‘કોરસપોન્ડન્ટ ડીનર દૃરમિયાન હોટેલમાં ફાયિંરગના અવાજ સંભળાતા ભયભીત થયેલા મહેમાનોમાં દૃોડધામ મચી ગઈ હતી. કેટલાક લોકો ટેબલ નીચે સંતાઈ ગયા હતા. તસવીરમાં રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પની સુરક્ષાની જવાબદૃારી સંભાળતા સીક્રેટ સર્વિસ એજન્ટ ટ્રમ્પન્ો બચાવવા ટેબલ નીચે ધકેલી રહૃાા છે.

મહેમાનો ટેબલ નીચે છુપાઈ ગયા:સુરક્ષા કમાન્ડોએ પ્રમુખ ટ્રમ્પ, મેલેનિયા, ઉપપ્રમુખ જે ડી વાન્સન્ો સુરક્ષિત બહાર કાઢ્યા:હુમલાખોરન્ો ઝડપી લેવામાં આવ્યો

ફાયિંરગ ઘટનાની મોદૃીએ િંનદૃા કરી

અમેરિકાની રાજધાની વોિંશગ્ટનની એક હોટલમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ ડિનર દૃરમિયાન ફાયિંરગની ઘટના બાદૃ વિશ્ર્વભરના નેતાઓએ િંચતા વ્યક્ત કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ પણ આ ઘટનાની સખત શબ્દૃોમાં િંનદૃા કરી છે. પીએમ મોદૃીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને આ ઘટનાની િંનદૃા કરી છે.
વડાપ્રધાન મોદૃીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, “વોિંશગ્ટન ડીસીની એક હોટેલમાં થયેલી સુરક્ષામાં ચૂકની ઘટના પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સુરક્ષિત છે તે જાણીને રાહત થઈ છે. હું તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું.