Jai Hind

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કોણ દૃુશ્મન? હુમલા બાદૃ સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ

અમેરિકાના પાટનગર વોિંશગ્ટન ડીસીમાં શનિવારે રાત્રે ૮.૪૫ વાગ્ો (અમેરિકન સમય) વોશિંગ્ટન હિલ્ટન હોટેલમાં આયોજિત ‘કોરસપોન્ડન્ટ ડિનર દૃરમિયાન હોટેલની અંદૃર ગોળીબાર થઈ રહૃાાનો અવાજ સંભળાતા નાશભાગ મચી ગઈ હતી. આ ડિનરમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ત્ોમના પત્ની મેલાનિયા, ઉપપ્રમુખ જેડી વાન્સ સહિત વીવીઆઇપી હાજર હતા. ગોળીબારના અવાજ સંભળાતા જ મહેમાનોમાં ગભરાઈ ફેલાઈ ગયો હતો. લોકો નીચે ઉતરો નીચે ઉતરોની બ્ાૂમો પાડતા કેટલાક મહેમાનો ટેબલ નીચે સંતાઈ ગયેલા નજરે પડે છે. ગોળીબારના અવાજ સાંભળતા જ પ્રમુખ ટ્રમ્પના સુરક્ષામાં રહેલા સીક્રેટ એજન્ટોએ મોરચો સંભાળ્યો હતો. દૃરમિયાન હોટલમાં ગોળીબાર કરનાર નાસાના રિસર્ચ ફેલોશિપ એ-જીનિયદૃની ડીગ્રી ધરાવતા ૩૧ વર્ષીય શિક્ષક કોલ ટોમસ બ્ોલન નામના શખ્સની સીક્રેટ સર્વિસ એજન્ટ ધરપકડ કરી હતી.

હુમલાખોરની તસવીર પણ સામે આવી

પરંતુ સવાલ એ ઉઠે છે કે આટલા ચુસ્ત સુરક્ષા બંદૃોબસ્તમાં હુમલાખોર હથિયારો સાથે પહોંચ્યો કેવી રીતે

અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ કોઈ સમાધાન થાય તેવા એંધાણ દૃેખાતા નથી અને આ બધા વચ્ચે અમેરિકાના વોિંશગ્ટનથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વોિંશગ્ટન હિલ્ટન હોટલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં ફાયિંરગની ઘટના ઘટી. આટલી ટાઈટ સિક્યુરિટી છતાં આ ફાયિંરગ કોણે કર્યું તે મોટો સવાલ ઊભો થયો. જો કે આ હુમલાખોરની તસવીર પણ હાલ સામે આવી છે. પરંતુ સવાલ એ પણ થાય કે કડક સુરક્ષા બંદૃોબસ્ત વચ્ચે આ વ્યક્તિ હથિયાર લઈને પહોંચ્યો કેવી રીતે?
અમેરિકી મીડિયાના રિપોર્ટ્સ મુજબ આરોપીનું નામ કોલ ટોમસ એલન છે. જેની ઉંમર ૩૧ વર્ષ હોવાનું કહેવાય છે. તે કેલિફોર્નિયાના ટોરેન્સનો રહીશ હોવાનું પણ કહેવાય છે. હિલ્ટન હોટલમાં ફાયિંરગ કરનારા આ શૂટરની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે સુરક્ષાકર્મીઓએ તેને જમીન પર ઊંધો સૂવાડેલો છે. હ્લમ્ૈંના જણાવ્યાં મુજબ શૂટરે સીક્રેટ સર્વિસ એજન્ટ પર ફાયિંરગ કર્યું હતું. રાહતની વાત એ છે કે એજન્ટે બુલેટ પ્રુફ જેકેટ પહેર્યું હતું અને તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તપાસ દૃરમિયાન જાણવા મળ્યું છે કે હુમલાખોર પાસે શોટગન હતી અને તેણે ડિનરના સુરક્ષા ઘેરાને તોડવાની કોશિશ કરી હતી. આ દૃરમિયાન તેણે સુરક્ષાકર્મી પર ફાયિંરગ કર્યું. સીક્રેટ સર્વિસના જવાન હજુ પણ હથિયારો સાથે સમગ્ર ડિનર હોલ અને હોટલના ખુણે ખુણાની તપાસ કરી રહૃાા છે જેથી કરીને સંપૂર્ણ સુરક્ષાની પુષ્ટિ કરી શકાય. સીક્રેટ સર્વિસે એ પુષ્ટિ કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સંપૂર્ણ સુરક્ષિત છે. જો કે આ ઘટના બાદૃ સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ સવાલો ઊભા થયા છે. જો કે આ ઘટના ઘટ્યા બાદૃ હવે સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા થયા છે. શું આ ફક્ત સુરક્ષામાં બેદૃરકારી હતી કે પછી કોઈ મોટું ષડયંત્ર છૂપાયેલુ છે? જાણીતા પત્રકાર નેહા પંતે આ ઘટના પર ઝી મીડિયા સાથે વિસ્તારપૂર્વક વાત પણ કરી. તેમનું કહેવું છે કે જે પ્રકારે હુમલાખોર સુરક્ષા ઘેરાને ભેદૃીને આટલો નજીક પહોંચ્યો તે સામાન્ય નથી લાગતું. નેહા પંતે આ ઘટનાને શરમજનક ગણાવતા કહૃાું કે આટલી મોટી હસ્તીની સુરક્ષામાં આ પ્રકારની ચૂક સ્વીકાર્ય નથી. તેમના જણાવ્યાં મુજબ આ ઘટના ફક્ત બેદૃરકારી નહીં પરંતુ કોઈ ષડયંત્ર તરફ પણ ઈશારો કરે છે. જેની નિષ્પક્ષ તપાસ ખુબ જરૂરી છે. હુમલા સમયે અમેરિકી સુરક્ષા એજન્સી યુનાઈટેડ સ્ટેટ્સ સીક્રેટ સર્વિસના અધિકારી ઘટનાસ્થળે હાજર હતા. આમ છતાં હુમલો થયો તે સુરક્ષા પ્રોટોકોલ પર ગંભીર સવાલ પણ ઊભા કરે છે. પંતનું માનવું છે કે આ પ્રકારના હાઈ પ્રોફાઈલ કાર્યક્રમોમાં મલ્ટીલેયર સુરક્ષા હોય છે. જેમાં સ્થાનિક પોલીસ, ગુપ્તચર એજન્સીઓ, અને ફેડરલ સુરક્ષા દૃળો સામેલ હોય છે. આવામાં સુરક્ષા ઘેરાનું તૂટવું એ માત્ર ચૂક નહીં પરંતુ સિસ્ટમની નબળાઈ પણ ઉજાગર કરે છે.