Jai Hind

ઈરાનના નવા સુપ્રીમ લીડરના મોત પર રહસ્ય! શહીદૃોના પોસ્ટરમાં મોજતબા ખામેનેઈની તસવીર દૃેખાતા વિવાદૃ

ઈરાનમાં શહીદૃોને સમર્પિત એક કાર્યક્રમમાં મોજતબા ખામેનેઈની તસ્વીર લગાવાયેલા પોસ્ટરો દૃેખાતા વિવાદૃ અને અટકળો શરૂ થઈ ગઈ છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ૈંઇય્ઝ્ર) સાથે જોડાયેલા આ કાર્યક્રમમાં સામાન્ય રીતે શહીદૃોની તસ્વીરો જ મૂકવામાં આવે છે, જેના કારણે મોજતબાની તસવીર દૃેખાતા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ મુજબ, તાજેતરમાં થયેલા અમેરિકી હુમલામાં મોજતબા ખામેનેઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનો ચહેરો દૃાઝી ગયો હોવાથી તેમને બોલવામાં તકલીફ પડી રહી હતી. જોકે, ઈરાન સરકાર દ્વારા તેમના મોત કે ગંભીર હાલત અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. તેઓ ઘણા સમયથી જાહેરમાં દૃેખાયા ન હોવાથી આ શંકા વધી ગઈ છે.
બીજીતરફ ૈંઇય્ઝ્રએ આક્રમક રીતે કહૃાું છે કે, ઈરાન તમામ ખતરાઓનો સામનો કરવા માટે તૈયાર છે. જમીની લડાઈ સહિતની તમામ સંરક્ષણ યોજનાઓને અપડેટ કરવામાં આવી છે. ઈરાની સુરક્ષા દૃળો તમામ મોરચે અને ઈન્ટેલિજન્સ સ્તરે એલર્ટ પર છે અને પોતાની સૈન્ય વ્યૂહરચના સતત મજબૂત કરી રહૃાા છે.
ૈંઇય્ઝ્રએ હોર્મુઝ સ્ટ્રેટને પોતાની વ્યૂહાત્મક પ્રાથમિકતા ગણાવી છે અને તેમણે ફરી કહૃાું કે, આ જળમાર્ગ પર ઈરાનનું જ નિયંત્રણ રહેશે. અમેરિકા અને તેના સાથીઓની ગતિવિધિઓને રોકવી એ ઈરાનની પ્રાથમિકતા છે. ઈરાનની સૈન્ય કમાન ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે પણ ચેતવણી આપી છે કે, જો અમેરિકી સૈન્ય નાકેબંધી કે જળમાર્ગમાં દૃબાણ ચાલુ રાખશે, તો ઈરાન તેનો કડક જવાબ આપશે.