Jai Hind

પાકમાં આતંકી શેખ યુસુફ આફ્રિદી ઠાર

લશ્કર એ તૈયબાના કમાન્ડર શેખ યુસુફ અફ્રીદીની પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અજાણ્યા બંદુકધારીઓએ હત્યા કરી છે. હુમલાખોરોએ અફ્રીદી પર અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. ઉલ્લેખનીય છે કે અફ્રીદી પાકિસ્તાનનું આતંકી સંગઠન લશ્કર એ તૈયબના વડા હાફીઝ સૈયદનો નજીકનો સહયોગી હતો.
શેખ યુસુફ અફ્રીદીને લશ્કર એ તૈયબના ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રમાં સક્રીય ઓપરેશન્સનો મહત્વનો કમાન્ડર માનવામાં આવતો હતો. અમેરિકા દ્વારા પ્રતિબંધીત આતંકી સંગઠનમાં તેની મહત્વની ભૂમિકા હતી.