ડ્રગ સીન્ડીકેટ સામે મોટી સફળતા મળી
નવી દિલ્હી: ભારતની તમામ એજન્સીને મળેલી વધુ એક સફળતામાં માફીયા ડોન દાઉદ ઈબ્રાહીમના ખાસ સાથી સલીમ ડોલાને તુર્કીના ઈસ્તંમબુલથી ભારત લવાયા છે અને તેને હવે મુંબઈ પોલીસને સુપ્રત કરી દેવાશે. ગુપ્તચર વિભાગે એક ઓપરેશન કરી સલીમ ડોલાનું લોકેશન મેળવ્યુ હતું અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સહયોગથી તેને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તેને ઈસ્તંમબુલથી તેને દિલ્હી લવાયા છે. મુંબઈમાં તેની સામે અનેક કેસ નોંધાયા હતા અને પુરા ઓપરેશનને ગુપ્ત રખાયુ હતું. સલીમ ડોલા દાઉદ ઈબ્રાહીમના ડ્રગ સિન્ડીકેટ સાથે જોડાયેલા છે તે મુંબઈના ડોંગરીયા દાઉદ ઈબ્રાહીમ સાથે કામ કરતો હતો અને બાદમાં દુબઈ શીફટ થયો હતો પણ ભારતીય એજન્સીઓની ધોસ વધતા તે અલગ અલગ દેશોમાં રહેતો હતો. તેણે સાઉદી પાસપોર્ટ પણ તૈયાર કર્યા હતા.
અગાઉ 2025માં તેના પુત્ર તાહીર ડોલા અને તેના પરિવારના ચાર સભ્યોને ઝડપી ને ભારત લવાયા હતા તથા તેના સહયોગી મોહમ્મદ લલીપને પણ ઝડપી લેવાયો હતો અને સલીમ ડોલા પણ ભારતના હાથમાં આવી ગયો છે.