ઓપરેશન િંસદૃૂરને એક વર્ષ થવા જઇ રહૃાું છે ત્યારે હવાઇ સુરક્ષાને લઇને મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. રશિયાએ ભારતને સોંપવામાં આવનારી એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ રવાના કરી દૃીધી છે. જે મે મહિનાના મધ્ય સુધીમાં ભારત સુધી પહોંચી જવાની શક્યતાઓ છે. જ્યારે પાંચમી એર ડિફેન્સ આ વર્ષે નવેમ્બર મહિનામાં ભારતમાં પહોંચવાની શક્યતાઓ છે. જે ચોથી એર ડિફેન્સ સિસ્ટમ હાલ રવાના કરાઇ છે તેને રાજસ્થાનમાં પાકિસ્તાન સરહદૃે તૈનાત કરવામાં આવી શકે છે. ભારતીય એરફોર્સના અધિકારીઓએ ૧૮ એપ્રીલના રોજ ભારત આવનારી આ ચોથી સિસ્ટમનું પ્રી-ડિસ્પેચ નિરીક્ષણ પુરુ કરી દૃીધુ છે. જે બાદૃ ગત સપ્તાહે તેને રશિયાથી ભારત માટે શિપ કરી દૃેવામાં આવી હતી. પાકિસ્તાન વિરૂદ્ધ મિસાઇલ રક્ષા ગ્રિડને અભેદ્ય બનાવવા માટે આ નવી સિસ્ટમને રાજસ્થાન સેક્ટરમાં તૈનાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે.