હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે અમેરિકા-ઇરાન વચ્ચે ફરી યુધ્ધના એંધાણ
અમે નવા શસ્ત્ર સાથે દૃુશ્મન પર ત્રાટકશુ:ઇરાનની વળતી ચેતવણી
વોિંશગ્ટન: લાંબા યુદ્ધ વિરામ બાદૃ ફરી એક વખત અમેરિકા-ઈરાન વચ્ચે સતત વધી રહેલા તનાવમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી ઉઠાવી લેવાની ઈરાનની માંગ ફગાવતા કહૃાું કે જયાં સુધી ઈરાનના અણુ કાર્યક્રમ અંગે સમજુતી નહી થાય ત્યાં સુધી નાકાબંધી વધુ મજબૂત બની રહેશે. બીજી તરફ પ્રમુખ ટ્રમ્પે ઈરાન પર એક મર્યાદૃીત પરંતુ નિર્ણાયક હડમલો કરીને ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રકચરને ધ્વંશ કરવાની તૈયારી કરી છે. તેઓએ લશ્કરી સલાહકારો સાથે બેઠક કરી હતી અને બાદૃમાં એક પોસ્ટમાં લખ્યું કે તોફાન આવી રહૃાું છે કોઈ અટકાવી શકશે નહી. તેઓએ આ માટે ગેમ ઓફ થ્રોન નો સંદૃર્ભ આપ્યો હોય તેવું માનવામાં આવે છે. ટ્રમ્પે લખ્યું કે બહડ જલ્દૃી તમને (ઈરાનને) સમજાય જશે કે સંધી ન કરવાનું પરિણામ શું હોઈ શકે છે. આ અગાઉ ટ્રમ્પે એક મુલાકાતમાં જણાવ્યું કે આ નાકાબંધી ઈરાનને તેના અણુ કાર્યક્રમ છોડવા માટે મોટું દૃબાણ બની રહૃાા છે અને અસરકારક બન્યા છે. બોમ્બમારા કરતા બ્લોકેજ મહત્વનો સાબીત થયા છે અને હવે ઈરાન એક ડુકકરની જેમ ગુંગળામણ અનુભવે છે અને એ સંદૃેશ છે કે અમેરિકા તેના અંકુશ હળવા કરે તે માટે પહેલા અણુસમજુતી કરવી પડશે. ટ્રમ્પે તે સાથે હવે હોર્મુઝ જળમાર્ગનું નામ બદૃલી ટ્રમ્પ સ્ટ્રેટ (ટ્રમ્પ જળમાર્ગ) કરી દૃીધું છે. તેઓએ સોશ્યલ મીડીયા પર એક પોસ્ટને યુઝર્સ ટી-પોસ્ટ કરી છે પણ ઓરીજનલ પોસ્ટ નજરે પડતી નથી. ટ્રમ્પે જે રીતે નાકાબંધી કરી તેની ફરી ક્રુડતેલના ભાવ ઉછળવા લાગ્યા છે. ટ્રમ્પે કહૃાું કે ઈરાનની સરકાર ભારે દૃબાણમાં છે. ઈરાનનો ક્રુડતેલ વ્યાપાર પુરી રીતે ઠપ્પ થઈ જાય તેવી સ્થિતિ છે અને તેનું તેલ ઉત્પાદૃન બંધ કરવાની અને સ્ટોરેજ પણ હવે નહી હોવાની સ્થિતિ આપી છે જેની અસર પુરી દૃુનિયા પર પડી રહી છે.
હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી નહી ઉઠાવવાની અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાત પર આકરો પ્રતિભાવ આપતા ઈરાને જાહેર કર્યુ છે કે હવે અમો નવા શસ્ત્રોનો ઉપયોગ કરશું જેથી અમેરિકાને ‘હાર્ટ-એટેક આવી જશે. ઈરાનના નૌકાદૃળના કમાન્ડો રીઅર એડમીરલ શાહરામ ઈરાનીએ જણાવ્યું કે અમો નવા શસ્ત્ર સાથે બહડં જલ્દૃી દૃુશ્મન સાથે ટકરાશું અને આ શસ્ત્ર તેમની નજીક જ છે. આશા રાખીએ તેનાથી તેઓને (અમેરિકાને) હાર્ટ એટેક આવશે નહી. તેઓએ આર્થિક નાકાબંધીથી ઈરાનને વાટાઘાટના ટેબલ પર લાવવાની ટ્રમ્પની નીતિ પર મજાક કરતા જો તેઓ માનતા હોય કે પરિણામ મળશે તો તે ખોટા સાબીત થશે.