Jai Hind

આરબીઆઈ વધુ ૧૦૪ મેટ્રિક ટન સોનુ દૃેશમાં પરત લાવી

વિશ્ર્વભરના દૃેશો હવે સોનામાં વધુ સલામતી જુએ છે

મુંબઈ: ઈરાન યુદ્ધના કારણે અને તે અગાઉ અમેરિકી ટેરિફની અસરથી વિશ્ર્વમાં કોમોડીટી માર્કેટમાં જે જબરી અફડાતફડી અને સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક ભાવ વધારા બાદ હવે આ બન્ને મુલ્યવાન કોમોડીટીના ભાવમાં થોડી સ્થિરતા આવી છે પણ ક્રુડતેલના ભાવ વધારાથી તથા ઈરાન યુદ્ધના કારણે જે આંતરરાષ્ટ્રીય સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભારતની આયાત-નિકાસને અસર થઈ છે તથા રશિયામાં પણ ડોલર સામે સતત ગગડી રહ્યા છે જેના કારણે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં પણ ઘટાડો થયો છે તે વચ્ચે રિઝર્વ બેન્ક હવે વિદેશમાં રહેલુ ભારતીય સોનુ દેશમાં જ સંગ્રહ કરવાની વ્યવસ્થા કરીને વધુને વધુ સોનુ ભારત પરત લાવી રહી છે. જેના કારણે ઘર આંગણે ભારતના સોનાના સતાવાર ભંડારમાં પણ વધારો થયો છે. રિઝર્વ બેન્કે ઓકટો 2025થી માર્ચ 2026ના ગાળામાં વિદેશથી વધુ 104 મેટ્રીક ટન સોનુ ભારતમાં ખસેડયુ છે. રિઝર્વ બેન્કના ડેટા મુજબ જેના કારણે ભારતનો સોનાનો ભંડાર 575.8 મેટ્રીક ટનથી વધીને 680 મેટ્રીક ટન થયુ છે.
ભારતે બેન્ક ઓફ ઈંગ્લેન્ડમાં રાખેલા સોનાનો જથ્થો હવે ઘટીને 197.7 મેટ્રીક ટન થયા છે. આ જથ્થો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં લેવડ-દેવડ વિવાદની ગેરેન્ટી તરીકે છે. રિઝર્વ બેન્કે આ રીતે કુલ 880.5 મેટ્રીક ટન સોનુ ધરાવે છે જેની કિંમત 111.4 બીલીયન ડોલર થાય છે જે દેશની કુલ મુદ્રા ભંડારના 16.7% છે.