Jai Hind

માલદીવ બાદ હવે નેપાળે પણ ટ્રમ્પના ખાસ દૃૂતને ન આપ્યો ભાવ

દૃક્ષિણ એશિયામાં પોતાની પકડ મજબૂત કરવા નીકળેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૃૂત સર્જિયો ગોરને સતત બીજો મોટો કૂટનીતિક ઝટકો લાગ્યો છે.
માલદૃીવના રાષ્ટ્રપતિ મોહમ્મદૃ મુઈજ્જુ બાદૃ હવે નેપાળના નવનિયુક્ત વડાપ્રધાન બાલેન શાહે પણ સર્જિયો ગોરને મળવાનો સાફ ઇનકાર કરી દૃીધો છે. એક શક્તિશાળી રાષ્ટ્રના દૃૂતને પાડોશી દૃેશોના વડાઓ દ્વારા મળવાનો સમય ન આપવો એ અમેરિકા માટે મોટી નાલેશી સમાન છે. સર્જિયો ગોર છ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે ત્રણ દિૃવસીય કાઠમંડુના પ્રવાસે આવ્યા હતા. અમેરિકન દૃૂતાવાસ દ્વારા વડાપ્રધાન બાલેન શાહ સાથે બેઠક માટે વારંવાર વિનંતી કરવામાં આવી હતી, પરંતુ વડાપ્રધાન કાર્યાલયે (ઁર્સ્ં) આ વિનંતીને ઠુકરાવી દૃીધી હતી. નેપાળ સરકારે સત્તાવાર રીતે એવું કારણ આપ્યું કે વડાપ્રધાન અત્યારે ઘરેલું મુદ્દાઓ અને આંતરિક શાસન પર ધ્યાન આપી રહૃાા છે, તેથી તેમની પાસે સમય નથી. જાણકારોનું માનવું છે કે બાલેન શાહ એવો પ્રોટોકોલ સ્થાપિત કરવા માંગે છે કે નેપાળના વડાપ્રધાન માત્ર રાષ્ટ્રાધ્યક્ષો કે વિદૃેશ મંત્રી સ્તરના અધિકારીઓને જ મળશે, કોઈ દૃૂતને નહીં.