પરિવારે લગાવ્યા ગંભીર આરોપ
ઈરાનની જેલમાં બંધ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગિસ મોહમ્મદૃીની તબિયત અચાનક લથડતા તેમને ઉત્તર-પશ્ર્ચિમ ઈરાનના ઝંજન શહેરની હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા છે. તેમના ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, નરગિસ મોહમ્મદૃીને કાર્ડિયાક અરેસ્ટ (દૃયરોગનો હુમલો) આવ્યા બાદૃ તેમની હાલત અત્યંત ગંભીર છે.
નરગિસ મોહમ્મદૃી ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, શુક્રવારે જેલમાં તેઓ બે વાર બેભાન થઈ ગયા હતા. ત્યારબાદૃ તેમને જેલના મેડિકલ યુનિટમાં અને પછી ઓક્સિજન સપોર્ટ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોનું કહેવું છે કે તેમની ગંભીર સ્થિતિ જોતા તેમને તાત્કાલિક તેહરાનની મોટી હોસ્પિટલમાં ખસેડવા જરૂરી છે, પરંતુ ઈરાનનું ગુપ્તચર મંત્રાલય તેમને ખસેડવાનો વિરોધ કરી રહૃાું છે.૫૦ વર્ષીય નરગિસના પરિવારે આક્ષેપ કર્યો છે કે ડિસેમ્બરમાં ધરપકડ દૃરમિયાન તેમની સાથે નિર્દૃયતાથી મારપીટ કરવામાં આવી હતી, જેના કારણે તેમની તબિયત સતત બગડી રહી છે. તેમને હાઈ બ્લડ પ્રેશર અને છાતીમાં દૃુખાવાની ફરિયાદૃ હતી. અગાઉ તેમની ત્રણ વખત એન્જિયોપ્લાસ્ટી પણ થઈ ચૂકી છે.નરગિસ મોહમ્મદૃીને વર્ષ ૨૦૨૩માં ઈરાનમાં મહિલાઓના અધિકારો અને ફાંસીની સજા વિરુદ્ધ લડત આપવા બદૃલ નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા સાડા સાત વર્ષથી જેલમાં સજા કાપી રહૃાા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નોબેલ સમિતિએ પણ તેમની સાથે થઈ રહેલા ગેરવર્તણૂકની િંનદૃા કરી છે.