Jai Hind

એમવી હોન્ડિયસ ક્રુઝમાં હંટા વાયરસનું સંક્રમણ:૧૪૯ યાત્રી કેદ

૧૧ એપ્રિલથી રહસ્યમય બિમારી શરૂ થઈ

૩ લોકોના મોત થતા ક્રુઝ શિપમાં ભયનો માહોલ

એટલાન્ટિક મહાસાગરમાં મુસાફરી કરી રહેલા એમવી હોન્ડિયસ ક્રુઝ શિપ પર હંટાવાયરસના સંક્રમણને કારણે ભયનો માહોલ સર્જાયો છે. આ વૈભવી જહાજ પર અત્યાર સુધીમાં ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જેમાં એક ડચ દૃંપતી અને એક જર્મન નાગરિકનો સમાવેશ થાય છે.
હાલમાં આ જહાજ પર ૨૩ અલગ-અલગ દૃેશોના ૧૪૯ મુસાફરો સવાર છે, જેઓ મધદૃરિયે ફસાયા છે.આ રહસ્યમય બીમારીનો સિલસિલો ૧૧ એપ્રિલથી શરૂ થયો હતો, જ્યારે જહાજ પર એક મુસાફર બીમાર પડ્યો અને તેનું મોત થયું. ૨૪ એપ્રિલે જ્યારે જહાજ સેન્ટ હેલેના પહોંચ્યું, ત્યારે તે મુસાફરનો મૃતદૃેહ અને તેની પત્ની ત્યાં ઉતર્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ પત્નીનું પણ અવસાન થયું. ત્યારબાદૃ ૨૭ એપ્રિલે એક બ્રિટિશ નાગરિકની તબિયત લથડતા તેને સારવાર માટે દૃક્ષિણ આફ્રિકા ખસેડવામાં આવ્યો હતો. શનિવારે વધુ એક જર્મન મુસાફરનું મોત થતા કુલ મૃત્યુઆંક ૩ પર પહોંચ્યો છે.હંટાવાયરસ મુખ્યત્વે ઉંદૃરો અને મૂષક પ્રજાતિના પ્રાણીઓના મળ, પેશાબ અથવા લાળ દ્વારા ફેલાય છે. તે મનુષ્યોમાં ગંભીર શ્ર્વસન રોગ પેદૃા કરી શકે છે. વિશ્ર્વ આરોગ્ય સંગઠન ના જણાવ્યા અનુસાર, આ વાયરસ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાવાની શક્યતા ઘણી ઓછી હોય છે, પરંતુ તેની ગંભીરતાને જોતા પાંચ વધુ શંકાસ્પદૃ કેસોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
હાલમાં એમવી હોન્ડિયસ જહાજ આફ્રિકન ટાપુ રાષ્ટ્ર કેપ વર્ડેના દૃરિયાકાંઠે લાંગરેલું છે. સ્થાનિક સત્તાવાળાઓએ સુરક્ષાના કારણોસર કોઈ પણ મુસાફરને નીચે ઉતરવાની મંજૂરી આપી નથી. બે ક્રૂ સભ્યોમાં પણ શ્ર્વસન સંબંધી લક્ષણો જોવા મળ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. આ ગંભીર દૃર્દૃીઓને ખાસ એર-એમ્બ્યુલન્સ દ્વારા જહાજમાંથી બહાર કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે.
દૃક્ષિણ આફ્રિકાના આરોગ્ય પ્રધાન એરોન મોત્સોઆલેદૃીએ જણાવ્યું છે કે બ્રિટિશ દૃર્દૃીની સ્થિતિ સ્થિર છે, પરંતુ હંટાવાયરસની કોઈ ચોક્કસ દૃવા ન હોવાથી તેની સારવાર માત્ર લક્ષણોના આધારે કરવામાં આવી રહી છે. હવે આ જહાજને લાસ પાલમાસ અથવા ટેનેરાઇફ તરફ લઈ જવાની વિચારણા ચાલી રહી છે, જ્યાં તમામ મુસાફરોનું સંપૂર્ણ તબીબી પરીક્ષણ કરવામાં આવશે. ઉર્ૐં એ સામાન્ય લોકોને ન ગભરાવા અપીલ કરી છે, કારણ કે આ એક દૃુર્લભ બીમારી છે.