Jai Hind

અમેરિકાનું લાઇંગ ગેસ સ્ટેશન વિમાન ગુમ: કટોકટી જાહેર કરાઈ યુએઇના અલ ધફરા એરબેઝ પરથી વિમાને ઉડાન ભરી હતી

લાઇટરાડર૨૪ ના ડેટા મુજબ, મધ્ય પૂર્વના તણાવમાં વધારો થવાને કારણે, ઇરાનથી પર્સિયન ગલ્ફ ઉપર ઉડતી વખતે, બોઇંગ કેસી-૧૩૫ સ્ટ્રેટોટેક્ધરે “૭૭૦૦” ડિસ્ટ્રેસ સિગ્નલ જારી કર્યો હતો, જેમાં લાઇટમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. કતાર ઉપર તેના સિગ્નલ ખોવાઈ જાય તે પહેલાં, અમેરિકન વિમાને સંયુક્ત આરબ અમીરાતના અલ ધફરા એર બેઝ પરથી ઉડાન ભરી હતી.અહેવાલ મુજબ, આ વિમાન મધ્ય પૂર્વમાં ચાલી રહેલા લશ્કરી કાર્યવાહીના સમર્થનમાં ઉડાન ભરી રહૃાું હતું.
લાઇટ ટ્રેિંકગ ડેટા દૃર્શાવે છે કે વિમાન લેન્ડિંગ માટે નીચે ઉતરવાનું શરૂ કરે તે પહેલાં થોડા સમય માટે હવામાં ગોળાકાર પેટર્નમાં ઉડતું હતું. કટોકટીનું ચોક્કસ કારણ અસ્પષ્ટ છે, અને આ ઘટનાને દૃુશ્મનાવટભરી કાર્યવાહી સાથે જોડવાની કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.
ઈરાનની અર્ધ-સત્તાવાર ફાર્સ ન્યૂઝ એજન્સીએ લાઈટ રાડાર૨૪ ના ડેટાને ટાંકીને ગુમ થયા અંગે અહેવાલ આપ્યો હતો. ઈરાન તરફથી કોઈ નિવેદૃન આવ્યું નથી જેમાં યુએસ લશ્કરી વિમાનની કટોકટીમાં તેની સંડોવણી દૃર્શાવવામાં આવી હોય.