અમેરિકા અને ઈરાન સદૃીના સૌથી મોટા સોદૃા પર પહોંચવાની નજીક છે, એમ એક્સિઓસે બે અમેરિકન અધિકારીઓ અને આ બાબતથી પરિચિત બે અન્ય સ્ત્રોતોને ટાંકીને જણાવ્યું હતું. એક્સિઓસે અહેવાલ આપ્યો હતો કે વ્હાઇટ હાઉસ માને છે કે તે ઈરાન સાથે યુદ્ધનો અંત લાવવા અને વધુ વિગતવાર પરમાણુ વાટાઘાટો માટે એક માળખું સ્થાપિત કરવા માટે એક પાનાના સમજૂતી કરાર પર સંમતિની નજીક છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ એક્સિઓસને જણાવ્યું હતું કે અમેરિકાને આગામી ૪૮ કલાકમાં ઘણા મુખ્ય મુદ્દાઓ પર ઈરાન તરફથી પ્રતિભાવો મળવાની અપેક્ષા છે. હજુ સુધી કોઈ કરાર થયો નથી, પરંતુ સૂત્રો કહે છે કે યુદ્ધ શરૂ થયા પછી આ પહેલી વાર છે જ્યારે બંને પક્ષો કોઈ કરારની આટલી નજીક આવ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટેના ‘પ્રોજેક્ટ ફ્રીડમ‘ને થોડા સમય માટે રોકવાની જાહેરાત કરી છે.