અમેરિકામાં ‘સીલેક્ટ યુએસ ઇનવેસ્ટમેન્ટ સમિટમાં ભારતીય કંપનીઓએ રોકાણની કરી જાહેરાત
વૈશ્ર્વિક સ્તરે ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવની વચ્ચે ભારતે આર્થિક મોરચે મોટું પગલું ભર્યું છે. અમેરિકામાં આયોજિત ’જીીઙ્મીષ્ઠેંંજીછ ઈન્વેસ્ટમેન્ટ સમિટ ૨૦૨૬’ માં ભારતીય કંપનીઓએ અંદૃાજે ૨૦.૫ અબજ ડોલર (આશરે ૨ લાખ કરોડ રૂપિયા) ના રોકાણની યોજના રજૂ કરી અમેરિકી પ્રશાસનને પણ અચંબિત કરી દૃીધું છે.
સમિટ દૃરમિયાન માત્ર એક જ દિૃવસમાં ૧૨ ભારતીય કંપનીઓએ ૧.૧ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ મુખ્યત્વે ટેકનોલોજી, મેન્યુફેક્ચિંરગ, ફાર્માસ્યુટિકલ્સ અને સપ્લાય ચેઈન જેવા ક્ષેત્રોમાં કરવામાં આવશે. જેનાથી અમેરિકામાં હજારો નવી નોકરીઓનું સર્જન થશે. અમેરિકી રાજદૃૂત સર્જિયો ગોરે આને અમેરિકી અર્થતંત્રની મોટી જીત ગણાવી છે.
રસપ્રદૃ વાત એ છે કે, તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતાઓ દ્વારા ભારત વિશે તીખી ટિપ્પણીઓ કરવામાં આવી હોવા છતાં, અમેરિકી અર્થતંત્રને મજબૂત કરવા માટે ભારત એક વ્યૂહાત્મક ભાગીદૃાર તરીકે ઉભરી આવ્યું છે. નિષ્ણાતો માને છે કે આ ભારતની બદૃલાતી આર્થિક સ્થિતિનો પુરાવો છે. ભારત હવે માત્ર ’વર્કફોર્સ સપ્લાયર’ (શ્રમ પૂરો પાડનાર) જ નહીં, પરંતુ ’કેપિટલ એક્સપોર્ટર’ (મૂડી નિકાસ કરનાર) પણ બની ગયું છે.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઇન્ફોસિસ અને જેએસડબલ્યુ સ્ટીલ જેવી કંપનીઓ પહેલાથી જ અમેરિકામાં હજારો સ્થાનિક લોકોને રોજગારી આપી રહી છે. હવે આ નવું રોકાણ ભારત-અમેરિકાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે.