તાઇવાનના મુદ્દે ભૂલ થઈ તો સીધી ટક્કરની ટ્રમ્પને ચેતવણી

ચીન-અમેરિકાએ હરીફ નહી ભાગીદૃાર બનવા શી જિનિંપગની સલાહ પણ

ઇરાન પાસ્ો ક્યારેય પરમાણુ શસ્ત્રો હોવા જોઈએ નહી: ચીન અન્ો યુએસ સહમત

બ્ોઇિંજગમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખનું રેડ કાર્પ્ોટ સ્વાગત:ઐતિહાસિક બ્ોઠકમાં જિનિંપગ્ો ટ્રમ્પન્ો ભણાવ્યો વૈશ્ર્વિક ન્ોત્ાૃત્વનો પાઠ:બંન્ો દૃેશો વચ્ચે બદૃલાતા સમીકરણોના સંકેત

વિશ્ર્વની બે સૌથી મોટી મહાસત્તાઓ વચ્ચેના સંબંધોમાં એક નિર્ણાયક વળાંક આવ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બે દિૃવસીય ઐતિહાસિક પ્રવાસે ચીન પહોંચ્યા છે, જ્યાં બેઇિંજગના પ્રતિષ્ઠિત ‘ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનિંપગે લાલ જાજમ બિછાવીને ટ્રમ્પનું ઉષ્માભર્યું અભિવાદૃન કર્યું, જે બંને દૃેશો વચ્ચે બદૃલાતા સમીકરણોનો સંકેત આપે છે. બંને નેતાઓ વચ્ચે અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. બેઈિંજગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનિંપગ અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં બંને નેતાઓએ પરસ્પરના દૃેશોને પ્રતિસ્પર્ધીના બદૃલે ભાગીદૃાર તરીકે ઓળખાવ્યા હતા. શી જિનિંપગે જણાવ્યું હતું કે બંને દૃેશોના સહિયારા હિતો તેમના મતભેદૃો કરતા ઘણા મોટા છે અને વિશ્ર્વની સ્થિરતા માટે આ બંને મહાસત્તાઓનું સાથે મળીને કામ કરવું અનિવાર્ય છે. આ બેઠક દૃરમિયાન ટ્રમ્પે પણ જિનિંપગના નેતૃત્વની પ્રશંસા કરતા આ મૈત્રીપૂર્ણ સંબંધોને વિશ્ર્વ અને માનવતાના ભવિષ્ય માટે મહત્વના ગણાવ્યા હતા.
ટ્રમ્પ્ો આજે ગુરુવારે ચીની રાષ્ટ્ર પ્રમુખ શી જિનિંપગ સાથે મુલાકાત કરી. ત્યારબાદૃ જિનિંપગે ટ્રમ્પના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં શી જિનિંપગે કહૃાું કે ચીન અને અમેરિકા મહાન રાષ્ટ્રો છે. ચીનનું પુનરુત્થાન હાંસલ કરવું અને અમેરિકાને ફરીથી મહાન બનાવવું સાથે-સાથે ચાલી શકે છે. બંને દૃેશોએ પ્રતિસ્પર્ધી નહીં પરંતુ ભાગીદૃાર બનવું જોઈએ.
બીજી તરફ ટ્રમ્પે પોતાના ભાષણમાં શી જિનિંપગને પોતાના મિત્ર કહીને સંબોધ્યા હતા. તેમણે કહૃાું કે બંને દૃેશોના સંબંધો અમેરિકાની સ્થાપનાના સમયથી જ ચાલ્યા આવે છે. બંને નેતાઓ વચ્ચે ગુરુવારે આ બીજી મુલાકાત હતી. ભોજન સમારંભ પહેલા પણ બંને નેતાઓએ મુલાકાત કરી હતી. ત્યારબાદૃ એક સંયુક્ત નિવેદૃન બહાર પાડવામાં આવ્યું હતું. શુક્રવારે પણ બંને નેતાઓ વચ્ચે સામસામે બેઠક યોજાશે.
શી જિનિંપગ અને ટ્રમ્પની મુલાકાત બાદૃ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદૃનમાં તાઇવાનનો કોઈ ઉલ્લેખ નથી. ખરેખર તાઇવાન ચીન અને અમેરિકાના સંબંધોમાં ટકરાવનો સૌથી મોટો મુદ્દો છે. સંયુક્ત નિવેદૃન મુજબ, ચીને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનું સમર્થન કર્યું છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે અહીંથી પસાર થવા માટે ક્યારેય કોઈ કર લેવો જોઈએ નહીં. બંને પક્ષો એ વાત પર પણ સહમત હતા કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયારો હોવા જોઈએ નહીં.
ઈરાન પાસે પરમાણુ હથિયારોને લઈને વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું છે કે બંને પક્ષો એ વાત પર સહમત હતા કે ક્રૂડના અવિરત પ્રવાહ માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લુ રહેવું જરૂરી છે. રાષ્ટ્ર પ્રમુખ શીએ હોર્મુઝ સ્ટ્રેટના સૈન્યકરણ અને તેના ઉપયોગ માટે કોઈપણ પ્રકારનો કર વસૂલવા સામે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. ચીની રાષ્ટ્ર પ્રમુખે નજીકના ભવિષ્યમાં હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાની નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદૃવામાં રસ દૃાખવ્યો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, બંને પક્ષો એ વાત માટે જ સહમત હતા કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર ન હોવા જોઈએ.

રિલેટેડ ન્યૂઝ