જહાજ પર સવાર ૧૪ ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે
પશ્ર્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઓમાનના દૃરિયાકાંઠે એક ભારતીય ધ્વજ ધરાવતા કાર્ગો જહાજ પર ભયાનક હુમલો થયો છે. આ ઘટનાને પગલે ભારત સરકારે સખત શબ્દૃોમાં િંનદૃા કરતાં તેને અસ્વીકાર્ય ગણાવી છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વ્યાપારી જહાજો પર જોવા મળી રહી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય દૃરિયાઈ માર્ગોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્ર્નો ઊભા થયા છે.
પ્રાપ્ત પ્રાથમિક અહેવાલો મુજબ, ગુજરાતના દૃેવભૂમિ દ્વારકાના રહેવાસી સુલતાન અહેમદૃ અંસારની માલિકીનું કાર્ગો જહાજ સ્જીફ હાજી અલી ૧૩મેના રોજ ઓમાનની જળસીમામાંથી પસાર થઈ રહૃાું હતું ત્યારે આ ઘટના બની હતી. સોમાલિયાના બર્બેરા પોર્ટથી શારજાહ જઈ રહેલા આ જહાજ પર ડ્રોન અથવા મિસાઇલ જેવા પ્રોજેક્ટાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને અંતે તે દૃરિયામાં ડૂબી ગયું હતું.
જહાજ પર હુમલો થતાની સાથે જ સ્થાનિક સમય અનુસાર વહેલી સવારે ૩:૩૦ વાગ્યે જહાજ ઓમાનના દૃરિયાકાંઠે ફસાયું હતું. જોકે, રાહતના સમાચાર એ છે કે જહાજ પર સવાર તમામ ૧૪ ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. ઓમાન કોસ્ટ ગાર્ડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ખલાસીઓનું સફળતાપૂર્વક સ્થળાંતર કર્યું હતું. ભારત સરકારના વિદૃેશ મંત્રાલયે આ ત્વરિત બચાવ કામગીરી માટે ઓમાનના સત્તાવાળાઓનો આભાર માન્યો છે.
વિદૃેશ મંત્રાલયે (સ્ઈછ) એક સત્તાવાર નિવેદૃન જારી કરીને આ ઘટનાની આકરી ટીકા કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, “ગઈકાલે ઓમાનના દૃરિયાકાંઠે ભારતીય ધ્વજ ધરાવતા જહાજ પર થયેલો હુમલો અસ્વીકાર્ય છે. નિર્દૃોષ નાગરિકો અને વ્યાપારી જહાજોને નિશાન બનાવવાની પ્રથાને અમે સખત રીતે વખોડીએ છીએ. ભારતે સ્પષ્ટ કર્યું છે કે દૃરિયાઈ માર્ગો પર નેવિગેશનની સ્વતંત્રતા જળવાઈ રહેવી જોઈએ અને વ્યાપારી પ્રવૃત્તિઓમાં અવરોધ ઊભો કરવાનું ટાળવું જોઈએ.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ ચરમસીમા પર છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલામાં ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદૃ સમગ્ર ખાડી વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. ઈરાને વળતો પ્રહાર કરતાં ઈઝરાયલ અને અખાતી દૃેશોમાં સ્થિત અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. વધુમાં, તેહરાને વ્યૂહનીતિના ભાગરૂપે વિશ્ર્વના સૌથી મહત્ત્વપૂર્ણ દૃરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝને બંધ કરવાની પણ જાહેરાત કરી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર પર મોટું જોખમ તોળાઈ રહૃાું છે.
