વૈશ્ર્વિક દૃરિયાઈ વેપારના સૌથી મહત્વપૂર્ણ ગણાતા રૂટ ’હોર્મુઝ સ્ટ્રેટ’ પર ઈરાન હવે પોતાનો પંજો મજબૂત કરવા જઈ રહૃાું છે. ઈરાન ટૂંક સમયમાં જ આ વિસ્તારમાંથી પસાર થતા કોમર્શિયલ જહાજો માટે એક નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહૃાું છે, જેના હેઠળ જહાજો પાસેથી ભારે ’ટોલ ટેક્સ’ (શુલ્ક) વસૂલવામાં આવશે. ઈરાનના આ આક્રમક વલણ સામે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આકરી ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં શાંતિ કરાર નહીં થાય તો ઈરાને ખૂબ જ ખરાબ દિૃવસો જોવા પડશે.
ઈરાની સાંસદૃ ઈબ્રાહિમ અઝીઝીના જણાવ્યા અનુસાર, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર માટે નવું ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહૃાું છે. આ સિસ્ટમ હેઠળ જહાજો માટે એક ચોક્કસ રૂટ નક્કી કરવામાં આવશે અને ખાસ સેવાઓના બદૃલામાં ફી લેવામાં આવશે. ઈરાનનું કહેવું છે કે આ પગલું યુદ્ધ દૃરમિયાન થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવા માટે લેવામાં આવી રહૃાું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ સુવિધાનો લાભ માત્ર એ જ દૃેશો અને કોમર્શિયલ જહાજો ઉઠાવી શકશે જે ઈરાનને સહયોગ આપશે.