Jai Hind

અંધાધૂંધ ફાયિંરગથી હચમચી ઉઠ્યું મેક્સિકો

૩ મહિલા, એક બાળક સહિત ૧૦ના મોત

મેક્સિકોના પૂર્વ-મધ્ય રાજ્ય પુએબ્લામાં ગેંગ િંહસાની વધુ એક ભયાનક ઘટના સામે આવી છે. તેહુઇટ્ઝિંગો શહેરમાં સશસ્ત્ર બંદૃૂકધારીઓએ હુમલો કરતાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે. મૃતકોમાં છ પુરુષો, ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.
આ હુમલાએ સમગ્ર વિસ્તારમાં ડર અને અસુરક્ષાનો માહોલ ઉભો કરી દૃીધો છે. સ્થાનિક લોકોમાં ભારે ભય ફેલાયો છે અને ઘણા પરિવારો સુરક્ષિત સ્થળોની શોધમાં પોતાના ઘરો છોડવા મજબૂર બન્યા છે.
પુએબ્લા જાહેર સુરક્ષા એજન્સીના નિવેદૃન અનુસાર, રવિવારે થયેલી આ ગોળીબારની ઘટનાની ફેડરલ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદૃ વ્યક્તિ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદૃોબસ્ત ગોઠવવામાં આવ્યો છે