Jai Hind

ઇરાનની ધમકીથી વિશ્ર્વમાં ફફડાટ સમુદ્રી કેબલ પર ટેક્સ આપો નહી તો ઇન્ટરનેટ ઠપ કરી દેવાશે

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે ઇન્ટરનેટ સુધી પહોંચી ગઈ છે. હાલમાં જ ઈરાનના સૈન્ય પ્રવક્તા ઇબ્રાહિમ જોલ્ફાઘરીએ જણાવ્યું કે હવે તેઓ ઇન્ટરનેટ કેબલ પર ટેરિફ લગાવશે. આનો અર્થ એ થયો કે સમુદ્રની નીચે બિછાવેલી ઇન્ટરનેટ કેબલનો ઉપયોગ કરવા માટે દૃુનિયાની કંપનીઓએ ઈરાનને પૈસા ચૂકવવા પડી શકે છે. આ િંચતાજનક બાબત છે, કારણ કે દૃુનિયાનું મોટાભાગનું ઇન્ટરનેટ આ જ કેબલ પર ચાલે છે. ‘સ્ટ્રેટ ઓફ હોર્મુજ’ની નીચે ઇન્ટરનેટ કેબલનું એક બહુ મોટું નેટવર્ક આવેલું છે.