ધમકીને કારણે વૈશ્ર્વિક રાજકારણમાં ગરમાવો:નિષ્ણાતોએ ગણાવી ખોખલી નિવેદનબાજી
આશા રાખુ છુ કે અમારે યુધ્ધની જરૂર ન પડે પરંતુ ઇરાનન્ો વધુ એક મોટો ઝટકો આપવો પડી શકે છે:અમેરિકી પ્રમુખ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ફરી એકવાર સૈન્ય હુમલો કરવાની ખુલ્લી ધમકી આપી છે, જેના કારણે વૈશ્ર્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ફરી એકવાર મોરચો ખોલતા આગામી દિૃવસોમાં મોટા સૈન્ય હુમલા કરવાની જાહેરાત કરી છે. બુધવારે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું આશા રાખું છું કે અમારે યુદ્ધની જરૂર ન પડે, પરંતુ ઈરાનને વધુ એક મોટો ઝટકો આપવો પડી શકે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ નવો હુમલો ક્યારે થશે, ત્યારે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આગામી બે-ત્રણ દિૃવસમાં એટલે કે શુક્રવાર, શનિવાર, રવિવાર અથવા આવતા સપ્તાહની શરૂઆતમાં એક મર્યાદિૃત સમય માટે આ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે.નોંધનીય છે કે ટ્રમ્પનું આ નિવેદૃન તેમના અગાઉના દૃબદૃબાથી તદ્દન વિપરીત છે. મંગળવારે જ ટ્રમ્પે એવો દૃાવો કર્યો હતો કે યુએઈ જેવા ખાડી દૃેશોની વિનંતી અને આગ્રહના કારણે તેઓ હાલ પૂરતો ઈરાન પરનો હુમલો ટાળી રહૃાા છે. જો કે, ખાડી દૃેશોએ સત્તાવાર રીતે ટ્રમ્પના આ દૃાવાને નકારી કાઢ્યો હતો અને કહૃાું હતું કે તેમણે આવી કોઈ વિનંતી કરી નથી. આ આંતરરાષ્ટ્રીય ફજેતીના બરાબર એક દિૃવસ બાદૃ જ ટ્રમ્પે ફરી યુદ્ધનું રણિંશગું ફૂંક્યું છે. યુદ્ધવિરામ લાગુ થયા બાદૃથી ટ્રમ્પ અવારનવાર આવી ધમકીઓ આપી ચૂક્યા છે, પરંતુ ઈરાન પણ નમવા તૈયાર નથી.વ્યૂહાત્મક અને આર્થિક વિશ્લેષકો ટ્રમ્પની આ નવી ધમકીને ગંભીરતાથી લેવા તૈયાર નથી અને તેને માત્ર ‘હૉટ એર (માહોલ બનાવવા માટેની ખોખલી વાતો) ગણાવી રહૃાા છે. એસઈબી એબીના ચીફ કોમોડિટી એનાલિસ્ટ બ્યાર્ન શિએલ્ડ્રૉપે જણાવ્યું કે, શરૂઆતમાં ટ્રમ્પના આવા નિવેદૃનોથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવોમાં ભારે ઉથલપાથલ થતી હતી.