વર્ષોથી પીઓકેમાં સ્કૂલ ટીચર બનીન્ો રહેતો હતો
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફફરાબાદૃમાં અજાણ્યા હુમલાખોરે ગોળી મારીન્ો હમઝાની હત્યા કરી
પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ અને આતંકી હમઝા બુરહાનની પાકિસ્તાનમાં એક અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઘાયલ થયેલા આતંકીનું મોત થયું છે. હમઝા બુરહાનને પાકિસ્તાનના મુઝફરાબાદૃમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુઝફરાબાદૃ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલું છે. ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકવાદૃી હુમલાના મુખ્ય સૂત્રધારોમાં હમઝા બુરહાનનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં તેણે શિક્ષક તરીકે ઓળખાણ આપી હોવાનું કહેવાય છે. પુલવામા હુમલો ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ થયો હતો, જ્યારે આતંકીઓએ સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ આતંકી હુમલામાં ૪૦થી વધુ સૈનિકો શહીદૃ થયા હતા. અહેવાલો અનુસાર, મુઝફરાબાદૃમાં એક અજાણ્યા હુમલાખોરે હમઝા બુરહાનને ગોળી મારી હતી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે આતંકી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં તેની ઓફિસમાં બેઠો હતો. આ સમય દૃરમિયાન કેટલાક લોકો સ્થળ પર પહોંચ્યા અને હમઝાને ગોળી મારી દૃીધી હતી. હુમલાના પરિણામે તેનું ઘટનાસ્થળે જ મોત થયું.
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ બપોરે ૩:૧૫ વાગ્યે, જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આતંકવાદૃીઓએ સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો. જૈશ-એ-મોહમ્મદૃ સાથે જોડાયેલા આતંકવાદૃી આદિૃલ અહેમદૃ ડારે ૩૦૦-૩૫૦ કિલોગ્રામ ૈંઈડ્ઢ ભરેલી જીેંફ ઝ્રઇઁહ્લ કાફલાની બસ સાથે અથડાવી હતી. પરિણામે, ૪૦ સૈનિકો શહીદૃ થયા હતા.
જૈશ-એ-મોહમ્મદૃે આ આતંકવાદૃી હુમલાની જવાબદૃારી સ્વીકારી હતી. લગભગ ૧૨ દિૃવસ પછી, ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદૃના આતંકવાદૃી તાલીમ શિબિર પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદૃીઓ માર્યા ગયા હતા.