Jai Hind

દિલ્હીમાં યોજાનારી ઇન્ડિયા-આફ્રિકા સમિટ છેલ્લી ઘડીએ મોકૂફ રખાઈ

વિશ્ર્વભરમાં ઇબોલાનો ખૌફ!

વૈશ્ર્વિક આરોગ્ય સંકટની સીધી અસર હવે આંતરરાષ્ટ્રીય રાજકારણ પર જોવા મળી રહી છે. આફ્રિકા ખંડમાં ઝડપથી ફેલાઈ રહેલા ખતરનાક અને જીવલેણ ઇબોલા વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને, ભારતમાં યોજાનારી પ્રતિષ્ઠિત ચોથી ’ઇન્ડિયા-આફ્રિકા ફોરમ સમિટ’ને સત્તાવાર રીતે મોકૂફ રાખવામાં આવી છે. ભારતીય વિદૃેશ મંત્રાલયે ગુરુવારે આફ્રિકન યુનિયન સાથે સંયુક્ત બેઠક કર્યા બાદૃ આ મોટો નિર્ણય લીધો છે.
આ સમિટ આગામી ૨૮થી ૩૧ મે દૃરમિયાન નવી દિૃલ્હીમાં યોજાવાની હતી, જેમાં આફ્રિકાના ૪૦થી વધુ દૃેશોના રાષ્ટ્રીય નેતાઓ અને હજારો ડેલિગેટ્સ ભાગ લેવાના હતા. પરંતુ ભારતના નાગરિકોની સુરક્ષા અને પબ્લિક હેલ્થને ટોપ પ્રાયોરિટી આપીને આ નિર્ણય લેવાયો છે.
આ સમિટ ભારત અને આફ્રિકાના સંબંધો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી, કારણ કે તે ૧૦ વર્ષના લાંબા ગાળા પછી યોજાવા જઈ રહી હતી.
આની પહેલા ૨૦૦૮, ૨૦૧૧ અને છેલ્લે ૨૦૧૫માં ત્રીજી સમિટ યોજાઈ હતી, જેમાં પીએમ મોદૃીએ ખાસ મુલાકાત પણ કરી હતી. આ વર્ષે આફ્રિકન યુનિયન કમિશનના સહયોગથી દિૃલ્હીમાં ભારત-આફ્રિકા પાર્ટનરશિપનો નવો રોડમેપ તૈયાર થવાનો હતો, જે હવે પાછળ ઠેલાયો છે.