યુએઇ અને સાઉદીની વાત માની અમેરિકી પ્રમુખ વાતચીતના માર્ગે આવ્યા
સાઉદૃી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે થનારું વિશ્ર્વયુદ્ધ અટકી ગયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર ભયાનક હુમલો કરવા માટે ૧૯ મેએ નિર્ણય લેવાના હતા, જોકે સાઉદૃી અને યુએઈની એક વાત માની ટ્રમ્પે વાતચીતના રસ્તા પર આવી ગયા છે.
મધ્ય-પૂર્વના મીડિયા રિપોર્ટ મુજબ, સાઉદૃી અને યુએઈએ અમેરિકાને કહૃાું છે કે, હાલ હજ યાત્રા ચાલી રહી છે, તેથી વિશ્ર્વના અનેક દૃેશોના મુસ્લિમો સાઉદૃી આવશે. જો હાલ યુદ્ધની શરૂઆત થશે તો સ્થિતિ બગડી શકે છે. તેના કારણે લાખો લોકો સાઉદૃીમાં ફસાઈ જશે.
સાઉદૃી અરેબિયાએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખને કહૃાું કે, જો હજ યાત્રા સમયે યુદ્ધ કરવામાં આવશે તો અરબ દૃેશોના મુસ્લિમોમાં અમેરિકાની છબી ખરડાશે. રિપોર્ટ મુજબ ૨૪ મેથી હજ યાત્રાની શરૂઆત થશે, જે છ દિૃવસ સુધી ચાલશે. હજ યાત્રામાં વિશ્ર્વમાંથી લગભગ ૧૦ લાખ મુસ્લિમો આવવાનો અંદૃાજ છે. તેણે એવું પણ કહૃાું છે કે, જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો ઈરાન વળતો જવાબ આપવા માટે રિયાદૃ અને અબૂધાબીમાં હુમલો કરી શકે છે.
સાઉદૃી અરેબિયાની સમાચાર ચેનલ અલ અરબિયાના રિપોર્ટ મુજબ, હજ પહેલા પરમાણુ સમજૂતી કરાવવાનો પ્રયાસ થઈ રહૃાો છે. કતારે અમેરિકાનો પ્રસ્તાવ ઈરાનને મોકલ્યો છે. તેમાં કામચલાઉ સમજૂતી કરાવવાનો ઉલ્લેખ કરાયો છે. જો આ સમજૂતી થઈ જશે તો પછી હજ બાદૃ વિગતવાર સમજૂતી માટે અમેરિકા-ઈરાન વચ્ચે બેઠક યોજવામાં આવશે.
અમેરિકા અને ઈઝરાયલે રમઝાન મહિનામાં ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈની હત્યા પણ રમઝાન મહિનામાં કરાઈ હતી. એટલું જ નહીં, બંને દૃેશોએ ઈદૃના દિૃવસે પણ ઈરાન પર હુમલા ચાલુ રાખ્યા હતા. જોકે હવે ઈરાને મજબૂત લડત આપીને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દૃીધો છે, ત્યારપછી અમેરિકાએ સમજૂતીને પહેલ કરી હતી.