Jai Hind

મિડલ ઇસ્ટમાં આજે યુધ્ધનો અંત આવે તો પણ;દૃુનિયામાં ૨૦૨૭ પહેલા ઓઇલ સંકટ હલ થશે નહીં

યુધ્ધ પહેલાના માત્ર ૮૦ ટકા ઓઇલ સપ્લાય લાવવામાં ૪ મહિના લાગશે

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ ક્યારે પૂરું થશે? આ સવાલનો જવાબ કોઈ પાસે નથી, પરંતુ તેનાથી પણ વધુ િંચતાજનક સવાલ એ છે કે, જો આ યુદ્ધ આજે જ પૂરું થઈ જાય, તો દૃુનિયાને પહેલાંની જેમ સામાન્ય અને સસ્તું ઓઇલ-ગેસ ક્યારે મળશે? વૈશ્ર્વિક ઊર્જા નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના ટોચના વડાઓનું કહેવું છે કે, હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલું સંકટ એટલું ગંભીર છે કે તણાવ તાત્કાલિક બંધ થાય તો પણ વૈશ્ર્વિક ઓઇલ અને ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય થવામાં ૨૦૨૭ના પહેલા કે બીજા ક્વાર્ટર (ત્રિમાસિક ગાળા) સુધીનો લાંબો સમય લાગી શકે છે. આ લાંબી કટોકટી આગામી વર્ષોમાં વૈશ્ર્વિક અર્થતંત્રને મોટો ઝટકો આપશે.
સંયુક્ત આરબ અમીરાત(ેંછઈ)ની સરકારી ઓઇલ કંપની ’છડ્ઢર્દ્ગંઝ્ર’ના સીઈઓ સુલતાન અલ જાબેરે એટલાન્ટિક કાઉન્સિલના એક કાર્યક્રમમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આ સંઘર્ષ કાલે જ સમાપ્ત થઈ જાય તો પણ, યુદ્ધ પહેલાના માત્ર ૮૦% ઓઇલ પુરવઠાને પાછો લાવવામાં જ ઓછામાં ઓછા ૪ મહિનાનો સમય લાગશે.
જ્યારે ૧૦૦% સંપૂર્ણ સપ્લાય ચેઇનને પુન:સ્થાપિત કરવામાં ૨૦૨૭ના મધ્ય સુધીનો સમય લાગી જશે.
આ વાતને સમર્થન આપતાં સાઉદૃી અરેબિયાની પ્રખ્યાત ઓઇલ કંપની અરામકોના વડા અમીન નાસેરે પણ જણાવ્યું છે કે, જો આ પરિસ્થિતિ જૂનના મધ્ય સુધી ચાલુ રહેશે, તો વૈશ્ર્વિક ઓઇલ બજાર ૨૦૨૭ પહેલાં સંપૂર્ણપણે સ્થિર કે સામાન્ય થઈ શકશે નહીં.
યુદ્ધ વિરામ થયા પછી પણ ઈરાન દ્વારા આ જળમાર્ગમાં બિછાવેલી દૃરિયાઈ સુરંગો(જીીટ્ઠ સ્ૈહીજ)ને શોધીને સંપૂર્ણપણે દૃૂર કરવામાં મહિનાઓનો સમય નીકળી જશે.
જ્યાં સુધી આ આંતરરાષ્ટ્રીય દૃરિયાઈ રસ્તો જહાજોની અવરજવર માટે ૧૦૦% સલામત ન બને, ત્યાં સુધી ઓઇલ અને ગેસના મોટા કન્ટેનર્સ વહન કરી શકાશે નહીં, જે પુરવઠો સામાન્ય થવામાં વિલંબનું એક મુખ્ય કારણ બનશે.
હોર્મુઝ જળમાર્ગ એ વિશ્ર્વનો સૌથી મહત્ત્વપૂર્ણ એનર્જી કોરિડોર છે, જ્યાંથી દૃુનિયાના કુલ ઓઇલ પુરવઠાનો લગભગ ૧/૫ (પાંચમો) ભાગ પસાર થાય છે. પરંતુ ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદૃ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદૃલાઈ ગઈ છે. આ લાંબા સમયગાળાની કટોકટીથી બચવા માટે, ેંછઈ એ હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરતી એક નવી વેસ્ટ-ઇસ્ટ ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટ પરનું કામ ઝડપી બનાવ્યું છે. હાલ આ પ્રોજેક્ટનું કામ ૫૦% જેટલું પૂર્ણ થઈ ગયું છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે આદૃેશ આપ્યો છે કે ૨૦૨૭ સુધીમાં ફુજૈરાહ બંદૃર દ્વારા ઓઇલ નિકાસ કરવાની ક્ષમતાને બમણી કરવામાં આવે, જેથી હોર્મુઝ માર્ગ બંધ હોય તો પણ નિકાસ ચાલુ રાખી શકાય. હાલમાં કાર્યરત અબુ ધાબી ક્રૂડ ઓઇલ પાઇપલાઇન (છડ્ઢર્ઝ્રંઁ) રોજનું ૧.૮ મિલિયન બેરલ ઓઇલ વહન કરીને થોડી રાહત આપી રહી છે.