Jai Hind

WHOએ વૈશ્ર્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી;ઇબોલા વાયરસને લઇને ભારત પણ એકશન મોડમાં

ભારતે સ્થિતિની ગંભીરતા જોતા કેટલાક આફ્રિકી દૃેશો માટે ટ્રાવેલ એડવાઇઝરીની જાહેરાત

કોરોના બાદૃ હવે વળી પાછો એક વાયરસ હાહાકાર મચાવી રહૃાો છે. દૃુનિયા પર ખતરનાક મહામારીનો ઓછાયો જોવા મળી રહૃાો છે. આફ્રીકાના કેટલાક દૃેશોમાં ઈબોલા વાયરસના વધતા કેસ જોતા વિશ્ર્વ આરોગ્ય સંગઠન એ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. વૈશ્ર્વિક સ્તરે વધતા જોખમને જોતા ભારત સરકાર પણ હવે એલર્ટ મોડ પર છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઈબોલના કેસ ખુબ ઝડપથી વધી રહૃાા છે. જો કે ગંભીરતા જોતા ઉર્ૐંએ આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમો (ૈંૐઇ ૨૦૦૫) હેઠળ ૧૭ મે ૨૦૨૬ના રોજ તેને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ભારતીય નાગરિકો માટે એક જરૂરી ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે. આ સાથે જ આફ્રીકી સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પણ ઈબોલા વાયરસ અંગે કડક ચેતવણી ઉચ્ચારી છે.
આફ્રીકામાં ઈબોલાનો કહેર જોતા ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દૃેશના નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું છે. સરકારે એડવાઈઝરી બહાર પાડીને નાગરિકોને સલાહ આપી છે કે તેઓ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા, અને દૃક્ષિણ સુડાનની યાત્રા કરવાનું ટાળે. સરકારે કહૃાું કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી આ દૃેશોમાં બિનજરૂરી મુસાફરી ટાળવી એ સમજદૃારી છે. ભારત સરકારે એવી પણ સલાહ આપી છે કે જે લોકો આ દૃેશોમાં રહે છે અથવા તો બહુ જરૂરી હોય અને ત્યાં મુસાફરી કરી રહૃાા છે તો તેઓ જરૂરી સ્વાસ્થ્ય ગાઈડલાઈન્સને ફોલો કરે. અત્રે જણાવવાનું કે આ સંકટની ઘડીમાં ભારત આફ્રીકાને પડખે છે. ભારત સરકારે આફ્રીકા સેન્ટર્સ ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને જરૂરી મેડિકલ સપ્લાય અને પ્રોટેક્ટિવ કિટ્સની પહેલી ખેપ રવાના કરી છે. વિદૃેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે આ મદૃદૃ રાશિ અને ચિકિત્સા સામગ્રીનો હેતુ આફ્રીકી મહાદ્વીપને ઉભરી રહેલી ઈબોલા હેલ્થ ઈમરજન્સીથી પહોંચી વળવા માટે મજબૂતી આપવાનો છે. ભારત તરફથી મોકલવામાં આવેલી પહેલી ખેપમાં ડોક્ટરો અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ખુબ જરૂરી ચિકિત્સા સામગ્રી મોકલવામાં આવી છે. આ ખેપમાં દૃર્દૃીઓની સારવાર માટે અત્યંત જરૂરી અને ઈમરજન્સી દૃવાઓ સામેલ છે. આ ઉપરાંત ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મીઓને વાયરસના સંક્રમણથી બચાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળી પીપીઈ કિટ્સ, માસ્ક અને અન્ય સુરક્ષા ઉપકરણો મોકલવામાં આવ્યા છે.