સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ:૨૧ વર્ષીય હુમલાખોર ઠાર મરાયો
અમેરિકાની રાજધાની વોિંશગ્ટન સ્ટી વ્હાઇટ હાઉસ બહાર શનિવાર સાંજે એક શખ્સ્ો કરેલી અંધાધૂંધ ફાયિંરગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્પ વ્હાઇટ હાઉસમાં હતા. સીક્રો સર્વિસના એજન્ટોએ ત્વરિત વળતી કાર્યવાહી કરીન્ો હુમલાખોરન્ો ઘટનાસ્થળે જ ગોળી મારીન્ો ઠાર કર્યો હતો. હુમલાખોર વ્હાઇટ હાઉસની મુખ્ય સુરક્ષા સરહદૃ તોડવામાં નિષ્ફળ ગયો હતો. વ્હાઇટ હાઉસન્ો કોર્ડિંનગ કરતી પીળી લાઇની પટ્ટી વિસ્તારમાં યુએસ ન્ોશનલ ગાર્ડના સભ્યો ઉભેલા છે.
અમેરિકાની રાજધાની વોિંશગ્ટન ડીસી સ્થિત વ્હાઇટ હાઉસ સંકુલ બહાર શનિવારે સાંજે અચાનક અંધાધૂંધ ફાયિંરગ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દૃોડધામ મચી ગઈ હતી. એક ૨૧ વર્ષીય યુવકે વ્હાઇટ હાઉસના સિક્રેટ સર્વિસ ચેકપોઇન્ટ પર પહોંચીને અચાનક પિસ્તોલ અને રિવોલ્વરથી ફાયિંરગ શરૂ કરી દૃીધું હતું. જોકે, સિક્રેટ સર્વિસના એજન્ટોએ ત્વરિત જવાબી કાર્યવાહી કરીને હુમલાખોરને ઘટનાસ્થળે જ ગોળી મારી ઢાળી દૃીધો હતો, જેનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું.
ઘટના સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદૃર જ હાજર હતા. જોકે, સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે હુમલાખોર વ્હાઇટ હાઉસની મુખ્ય સુરક્ષા સરહદૃ તોડવામાં નિષ્ફળ રહૃાો હતો અને પ્રમુખ ટ્રમ્પ સંપૂર્ણપણે સુરક્ષિત છે. રિપબ્લિકન પાર્ટીએ સોશિયલ મીડિયા પર ’થૅક્ધ ગૉડ ટ્રમ્પ ઇઝ સેફ’ લખીને સિક્રેટ સર્વિસનો આભાર માન્યો હતો.
સ્થાનિક અહેવાલો અને પ્રત્યક્ષદૃર્શીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે આશરે ૬ વાગ્યે ૧૭મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ નોર્થવેસ્ટ વિસ્તારમાં એક યુવક બેગ લઈને ચેકપોઇન્ટ તરફ આગળ વધ્યો હતો. સુરક્ષાકર્મીઓ કંઈ સમજે તે પહેલા જ તેણે બેગમાંથી હથિયાર કાઢીને ગોળીબાર શરૂ કરી દૃીધો હતો. ઘટનાસ્થળે હાજર એક રિપોર્ટરના જણાવ્યા અનુસાર, અંદૃાજે ૨૦ થી ૨૫ રાઉન્ડ ગોળીઓ ચાલવાનો અવાજ સંભળાયો હતો, જ્યારે સ્થાનિક મીડિયા ત્રણ રાઉન્ડ ફાયિંરગ થયાનો દૃાવો કરી રહૃાું છે.
આ હુમલામાં એક સામાન્ય નાગરિક પણ ઘાયલ થયો છે, જેને સારવાર માટે ખસેડાયો છે. ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન ક્વામે મમદૃાનીએ આ ઘટના પર આઘાત વ્યક્ત કરતા કહૃાું કે, “આપણા લોકશાહીમાં રાજકીય િંહસા માટે કોઈ સ્થાન નથી.”
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસ પર હુમલો કરનાર શખ્સની ઓળખ ૨૧ વર્ષીય નેસિર બેસ્ટ (નસીરે બેસ્ટ) તરીકે થઈ છે, જે મેરીલેન્ડનો રહેવાસી હતો. તે માનસિક સ્વાસ્થ્ય સંબંધી ગંભીર બીમારીઓથી પીડાતો હતો અને પોતાને ’યીશુ મસીહ’ (જીસસ ક્રાઇસ્ટ) સમજતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે નેસિર પહેલાથી જ સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો.
જૂન ૨૦૨૫માં સિક્રેટ સર્વિસના એજન્ટોને ધમકી આપવાના આરોપસર તેની અટકાયત કરાઈ હતી અને જુલાઈ ૨૦૨૫માં પણ તે એક પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં પકડાયો હતો.
ફાયિંરગની ઘટના બાદૃ તુરંત જ વ્હાઇટ હાઉસને હાઈ-સિક્યોરિટી લોકડાઉન હેઠળ લાવી દૃેવાયું હતું. સ્ટાન્ડર્ડ સિક્યોરિટી રિસ્પોન્સના ભાગરૂપે સિક્રેટ સર્વિસની સ્નાઈપર ટીમો વ્હાઇટ હાઉસની છત પર તૈનાત કરી દૃેવામાં આવી હતી. આ ઉપરાંત, હથિયારધારી એજન્ટોએ નોર્થ લોન વિસ્તારમાં સઘન પેટ્રોિંલગ શરૂ કર્યું હતું. સુરક્ષાના કારણોસર વ્હાઇટ હાઉસના પ્રેસ બ્રીિંફગ રૂમને પણ તાત્કાલિક બંધ કરી દૃેવાયો હતો અને ત્યાં હાજર પત્રકારોને અંદૃર જ રહેવાની સૂચના અપાઈ હતી.
ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડાયરેક્ટર કાશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પુષ્ટિ કરી છે કે એફબીઆઈની ટીમ સિક્રેટ સર્વિસ સાથે મળીને આ મામલે તપાસ ચલાવી રહી છે અને ટૂંક સમયમાં વધુ વિગતો જાહેર કરવામાં આવશે.