જમ્મુ-કાશ્મીર મુદ્દે અન્ય દૃેશને ટિપ્પણીનો અધિકાર નથી: ભારત
ચીન-પાકિસ્તાને સંયુક્ત નિવેદૃનમાં કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કરીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો
ચીને ફરી એકવાર પોતાની મર્યાદૃા ઓળંગી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફની બેઈિંજગ મુલાકાત દૃરમિયાન ચીન અને પાકિસ્તાને એક સંયુક્ત નિવેદૃન જારી કરીને જમ્મુ-કાશ્મીરના મુદ્દે હસ્તક્ષેપ કર્યો છે. ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદૃ સંયુક્ત નિવેદૃનમાં બંને દૃેશોએ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને સુરક્ષા પરિષદૃના જૂના પ્રસ્તાવોનો હવાલો આપીને કાશ્મીર વિવાદૃના ઉકેલની વાત કરી છે. આ સંયુક્ત નિવેદૃનમાં માત્ર કાશ્મીર જ નહીં, પરંતુ અન્ય મુદ્દાઓ દ્વારા પણ ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)નો પણ ઉલ્લેખ છે. સીપીઈસીનો મુખ્ય માર્ગ ગિલગિટ-બાલ્ટિસ્તાન (પીઓકે)માંથી પસાર થાય છે, જે ભારતનો અભિન્ન હિસ્સો છે.આ પ્રોજેક્ટ દ્વારા ચીન પાકિસ્તાનના ગ્વાદૃર બંદૃરનો વિકાસ કરી રહૃાું છે, જેનાથી તેને િંહદૃ મહાસાગર અને અરબી સમુદ્રમાં સીધી અને કાયમી પહોંચ મળી શકે છે, જે ભારતની સુરક્ષા માટે સીધો ખતરો છે. આ અગાઉ શેહબાઝ શરીફે ચીનના રાષ્ટ્રપતિ શી જિનિંપગ સાથે મુલાકાત કરી હતી, જેમાં જિનિંપગે બંને દૃેશો વચ્ચેની ‘અતૂટ મિત્રતાના વખાણ કર્યા હતા. જિનિંપગે શરીફને પોતાના ‘જૂના મિત્ર ગણાવ્યા હતા અને પશ્ર્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાનની ભૂમિકાને બિરદૃાવી હતી. ભારતે આકરા શબ્દૃોમાં પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર તથા લદૃાખ ભારતના અભિન્ન ભાગ હતાં, છે અને રહેશે.