ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક આવ્યો
ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની(ન્છઝ્ર) સ્થિતિને લઈને બેઇિંજગમાં વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન ઍન્ડ કોઓર્ડિનેશનની (ઉસ્ઝ્રઝ્ર) એક મહત્ત્વની બેઠક યોજાઈ. આ બેઠક અંગે વિદૃેશ મંત્રાલયે(સ્ઈછ) જણાવ્યું કે, બંને દૃેશો વચ્ચેની વાતચીત અત્યંત સકારાત્મક, રચનાત્મક અને ભવિષ્યલક્ષી રહી છે. બંને પક્ષોએ સ્વીકાર્યું છે કે સરહદૃ પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાને કારણે જ દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાની દિૃશામાં પ્રગતિ થઈ શકી છે.વિદૃેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને ચીન હવે પછીની સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ્સ(જીઇ)ની બેઠક માટે નક્કર તૈયારીઓ કરવા સંમત થયા છે, જે હવે ચીનમાં યોજાવાની છે.